એન્ટાર્કટિકા માં થી વિશ્વ નો સૌથી મોટો આઈસ બર્ગ તૂટી પડ્યો
એન્ટાર્કટિકા માં વિશ્વ નો સૌથી મોટો આઈસ બર્ગ તૂટી ગયો છે જેની લંબાઈ 170 કી.મી.અને પહોળાઈ 25 કી.મી. છે યુરોપીયન સ્પેસ એજેંસી એ કોપર નિક્સ સેન્ટિનેલ સેટેલાઈટ થી શોધી કાઢ્યું છે.ઈએસએ અનુસાર આ આઇસબર્ગ નો તૂટેલો ભાગ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે આઈસ બર્ગ નું આખું કદ લગભગ 4 હજાર ચોરસ કિલોમીટર થી વધુ છે.વૈજ્ઞાનિકો એ તેનું નામ A-76 રાખ્યું છે. તે ન્યુયોર્ક ટાપુ પોર્ટો રિકો થી લગભગ અડધા કદ નું છે. વૈજ્ઞાનિકો નું માનવું છે કે એન્ટાર્કટિકા વિશ્વ ના અન્ય ભાગો કરતાં વધુ ઝડપ થી ગરમ થઈ રહી છે અને એન્ટાર્કટિકા નું જળ સ્તર 1880 પછી લગભગ 10 ઇંચ જેટલું વધી ગયું છે.
આજ થી પાંચ મહિના પહેલા પણ એન્ટાર્કટિકા માં થી એક વિશાળ હિમ ખંડ તૂટી ને અલગ થયો હતો. જેને વૈજ્ઞાનિકોએ A68A નામ રાખ્યું હતું. તે પણ આશરે 4 હજાર કી.મી. ક્ષેત્રફળ ધરાવતો હતો. વૈજ્ઞાનિકો મુજબ આ હિમ ખંડ ધીરે ધીરે દક્ષિણી જ્યોર્જિયા તરફ વધી રહ્યો છે.અને તે સમુદ્રી જીવો મટે ખૂબ જ ખતરો છે તેમજ જળ સ્તર ખૂબ જ વધી ધકે છે. A68A હિમ ખંડ એન્ટાર્કટિકા ના લાર્સન સી નામ ની ચટ્ટાન માં થી તૂટ્યો હતો.તે સમયે તેનો આકાર લગભગ 5800 વર્ગ કિલોમીટર હતો.