નિત્ય સમાચાર

એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડ થી સન્માનીત થયા અમુલ એમડી આર.એસ. સોઢી

ભારત સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડીપીઆઇઆઇટી હેઠળ ની રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ એપીઓ ના એવોર્ડ માટે  અમુલ ના એમડી આર.એસ. સોઢી ની સર્વ સમ્મતિ થી ભલામણ કરવામાં આવી હતી.

ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમુલ) ના એમડી આર.એસ.સોઢી ને એશિયા ના પ્રતિષ્ઠિત એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન , ટોક્યો જાપાન તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષ માં ભારત તરફથી એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. સોઢી એ ગુજરાત ના 3.6 મિલિયન દૂધ ઉત્પાદકો વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.

સોઢી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેંટ (IRMA ) ની પ્રથમ બેચ ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે

સોઢી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેંટ (IRMA ) ની પ્રથમ બેચ ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે આઇઆરએમએ માં થી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 1982 માં અમુલ સાથે જોડાયા હતા અને છેલ્લે 2010 માં એમડી સુધી પહોચ્યા છે જે આજ પર્યંત તે હોદ્દો શોભાવી રહ્યા છે.

https://divyamudita.com/amulmdsodhi/વિશ્વ ની સૌથી મોટી દૂધ ઉત્પાદકતા સપ્લાય ચેઇન ભારત ની છે . વિશ્વ માં ખેડૂતો ને દૂધ ના 35% થી 40% ભાવ ની સામે ભારત માં 70% થી 80% ભાવ મળી રહે છે. રસપ્રદ વાત એ છે કે સોઢી ના નેતૃત્વ માં છેલ્લા 11 વર્ષ માં  દૂધ ખરીદી માં 2.7 ગણો વધારો થયો છે . 2009-2010 માં દરરોજ સરેરાશ 91 લાખ કિલો થી વધી ને 2020-2021 માં 246 લાખ કિલો એ પહોંચ્યુ છે. જીસીએમએમએફ ભારત ની સૌથી મોટી ફૂડ કંપની છે જેણે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન રૂ.53000 કરોડ નું ટર્નઓવર હાંસલ કર્યું છે. તેમાથી લગભગ 75% થી 85% દૂધ ઉત્પાદકો ને તે પૈસા પાછા જાય છે.

જીસીએમએમએફ ફક્ત વિવિધ માર્કેટિંગ,વેચાણ અને ઉત્પાદન જ નહીં પરંતુ ગુજરાત ના દૂધ ઉત્પાદક સભ્યો ની વ્યવસાયિક,વૈજ્ઞાનિક અને સહકારી ડેરી ફાર્મિંગ થી પ્રોત્સાહિત આપવાની સાથે નવી પેઢી ને પણ આ વ્યવસાય જાળવી રાખવા ની નેમ રખાવે છે.

Related Posts