શાકભાજી વેચનાર માતપિતાની દીકરી બની સિવિલ જજ
માણસ પોતાના લક્ષ્ય પર ભરોસો રાખીને પૂરી લગન સાથે તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરેતો એક દિવસ તેને પોતાની મહેનતનુ પરિણામ મળે જ છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઇન્દોરની અંકિતા નાગર. જેના માતપિતા શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે. અંકિતા નાનપણથીજ કાયદાનો અભ્યાસ ઇચ્છતી હતી અને એલએલબીના અભ્યાસ દરમ્યાન તેને જજ બનવાનું મન બનાવી લીધું હતું. અંકિતા ત્રણ વર્ષ સુધી સતત અસફળ રહી પણ હિમ્મત હાર્યા વગર પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી સતત અને સખત મહેનત ચાલુ રાખી અને તે ચોથા પ્રયત્ને સફળ થઈ. તેમના પિતાનું કહેવું છે કે મારી બેટી સમસ્ત નારી જાતિ માટે એક મિશાલ છે જે આટલી નિષ્ફળતા મળવા છતાં હિમ્મત હારી નહીં અને સફળતા મેળવી.
સાધારણ પરિવારના હોવાથી આટલી કઠીન પરીક્ષા પાસ કરવાનો રસ્તો એના માટે આસાન નહોતો. એક સમયે ફોર્મ ભરવાના 800 રૂપિયા તેની પાસે નહોતા તેની પાસે માત્ર 500 રૂપિયા હતા. પછી તેની માતાએ દિવસભર માટે લારી મૂકી અને ત્રણસો રૂપિયા ઉમેરીને દીકરીનું ફોર્મ ભર્યું હતું. અંકિતા એ બાળપણથી જ સંઘર્ષ જોયો છે.ઘણી વખત તેને અભ્યાસ માટે બહારથી પૈસા લેવા પડતાં હતા.એક નાનકડા ઘરમાં રહીને તે અભ્યાસ કરતી હતી. પરંતુ તેની ધગશ સામે તે ખૂબ જ વામણું સાબિત થયું. માતા પિતા શાકભાજી ની લારી ચલાવતા. વધુ ગ્રાહકો હોય તો અંકિતા પણ લારી પર જઈને શાકભાજી વેચતી હતી. અંકિતા એ 2017 માં LLb અને 2021 માં LLM પાસ કર્યું હતું. આ ભ્યાસની સાથે સિવિલ જજ ની તૈયારીમા વ્યસ્ત રહેતી હતી. આર્થિક સંકળામણ હોવા છતાં જજ બનનાર યુવાનો ને એક મિશાલ આપનાર અંકિતા ને સલામ.
સંકલન : જયેશ પ્રજાપતિ || ફોટો સોર્સ : ગુગલ