લેખાનુભુતિ

belief (વિશ્વાસ) અને trust( વિશ્વાસ) વચ્ચેની પાતળી ભેદરેખા

Belief અને Trust એકબીજાના પર્યાય અથવા તો પૂરક ગણાય. કારણ કે બંનેનો ગુજરાતી અર્થ વિશ્વાસ છે. તેમ છતાં બંને વચ્ચે આભાસી ભેદપડેલો છે. સંવેદનાની દ્રષ્ટિએ જોઈએ તો belief શબ્દ માનવની લાગણીઓ સાથે તેમજ trust શબ્દ બુદ્ધિ સાથે સંકળાયેલો છે. આ સંકલ્પનાને વિવિધ વિષયવસ્તુના માધ્યમથી સમજીએ તો સૌ પ્રથમ સંસ્કૃતિની વ્યાખ્યામાં belief રૂપી વિશ્વાસ શબ્દને વિવિધ સાંસ્કૃતિક માન્યતાઓ સંદર્ભે મુલવવામાં આવ્યો છે. સંસ્કૃતિની ધરોહરમાં પડેલી વિવિધ માન્યતાઓ માનવને જીવન જીવવાની પેટર્ન શીખવે છે. આ માન્યતાઓમાં પડેલા વિવિધ સાંસ્કૃતિક મૂલ્યો માનવે કેવા આશયથી હસ્તગત કર્યા છે અને એનો વ્યવહારમાં કેવી રીતે વિનિયોગ કર્યો છે તેનું પૃથક્કરણ અને અર્થઘટન કરાયા બાદ ઉપરોક્ત બંને શબ્દોના અર્થનો ભેદ ઉકેલી શકાય તેમ છે.

Belief એ શ્રદ્ધાનો વિષય છે જ્યારે trust વિજ્ઞાન અને સિદ્ધાંતને વરેલો છે. belief રૂપી વિશ્વાસ અમૂર્ત હોય,જેને જોઇ શકાય નહિ પરંતુ એનો અનુભવ કરી શકાય

Belief એ શ્રદ્ધાનો વિષય છે જ્યારે trust વિજ્ઞાન અને સિદ્ધાંતને વરેલો છે. belief રૂપી વિશ્વાસ અમૂર્ત હોય,જેને જોઇ શકાય નહિ પરંતુ એનો અનુભવ કરી શકાય. દાખલા તરીકે સંસ્કૃતિની ધરોહરમાં પ્રકૃતિની પૂજા બતાવી છે. આ પ્રકૃતિ એ જ ઈશ્વર! આમતો માનવ જન્મથી મૃત્યુ પર્યંત ઈશ્વરનું સંબલ ઈચ્છે છે, શ્રદ્ધાપૂર્વક કર્મકાંડ કરી વિશ્વાસ મૂકે છે પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિમાં વિશ્વાસ છે ખરો? આવો સમજીએ વિવિધ ઉદાહરણોના માધ્યમથી. નાગ પાંચમે નાગ પૂજા કરી શ્રદ્ધા અને આસ્થાથી નાગદેવતાના છૂપા આશીર્વાદ મેળવીએ છીએ. હવે આપણે સાચા અર્થે આશીર્વાદ પ્રાપ્ત કર્યા કે નહિ? ફક્ત અમૂર્ત પણે માની લીધું કે નાગદેવતાએ આપણી શ્રદ્ધાનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ અસલમાં નાગ આપણી પાછળ પડે તો? આપણે બેશક ભાગી છૂટીએ ! કહેવાનું તાત્પર્ય એ જ કે belief  રૂપી વિશ્વાસે આપણને પૂજા કરવા મજબુર કર્યા પરંતુ વાસ્તવિક પરિસ્થિતિથી ભાગ્યા. એવી જ રીતે પ્રકૃતિ પૂજામાં વૃક્ષોની પૂજા પણ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિના નિકંદનમાં પાછીપાની કરતા નથી. ભૌતિક સુખો ભોગવવા ગમે તેવા પાળેલા-પોષેલા વૃક્ષોને ઉખાડી ફેંકીએ છીએ. ટૂંકમાં કર્મકાંડમાં શ્રદ્ધા વિશ્વાસ છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ક્યાંક વિચિત્ર છે. આ છે belief અને trust વચ્ચેનો ભેદ.

https://divyamudita.com/belief-trust/આવું જ માનવીય જીવન સંદર્ભે પણ છે. મા પોતાના બાળકને બચપણથી જ સંસ્કૃતિમાં બતાવેલ મૂલ્યો આધારે અમૂર્ત શિક્ષણના માધ્યમથી માનવ સંબંધોની ગરિમા સમજાવે છે છતાં પણ કાળક્રમે માનવ સંબંધો વળાંક લેતા હોય છે. વિસ્તૃત ઉદાહરણરૂપે આ બાબતને જોઈએ તો એક બાળક પોતાની માતાને ગમે તેવી દુઃખદ પરિસ્થિતિમાં પણ પોતાનો તારણહાર, રક્ષક માને છે કારણકે બાળક અને માતા વચ્ચેનું વ્યવહારિક અને સાંવેગીક આદાન-પ્રદાન અવનવા અનુભવના માધ્યમથી સિદ્ધ થઈ ચૂક્યું હોય છે કે મુશ્કેલીમાં મારી માતા જ મને ઉગારશે અને તેથી જ તો બાળક ઓહ મા,! જેવા ઉદગાર દુઃખદ પરિસ્થિતિમાં ઉચ્ચારે છે કદાચ એ સ્થિતિમાં માતા બાળકની પાસે હોય તો ચોક્કસ માતાને લપાઈ જ પડે કારણ કે ત્યાં તેને સિક્યોરિટી ફીલ થાય છે. અરે ત્યારે જ તો  belief  રૂપી વિશ્વાસ અંતર્ગત” મા તે મા, બીજા વગડાના વા” કહેવત સિદ્ધ થાય છે જે trust રૂપી વિશ્વાસ સિદ્ધ કરે છે. છતાં પણ કાળક્રમે માનવ સંબંધો વળાંક લેતા હોય છે. વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નારી સંરક્ષણ ગૃહ તેના ઉદાહરણો છે. belief  રૂપી વિશ્વાસે સંબંધોનું જતન કર્યું હોવા છતાં પણ માનવીય સંબંધો પર trust રહ્યો નહીં. ટૂંકમાં અનુભવોનો નીચોડ હકારાત્મક હોય તો trust રૂપી વિશ્વાસ સંપાદિત થયો ગણાય.

આવુજ બીજું દૃષ્ટાંત લઈએ. એક વખતના જમાનામાં ઓરી,અછબડા જેવા રોગો મટી જશે એવી આસ્થા સાથે લોકો બળિયાબાપ અને શીતળા માતાનો સહારો લેતા હતા જે એક પ્રકારની માન્યતા સાથે વિશ્વાસ ધરાવતી પ્રક્રિયા ગણાતી જેને belief રૂપે વિશ્વાસના ઉદાહરણમાં સમાવિષ્ટ કરી શકાય પરંતુ તેનું સૈદ્ધાંતિક પરિણામ ન મળતા trust રૂપી વિશ્વાસ જગાડવાનું કામ શીતળાની રસીએ કરી બતાવ્યું. ટૂંકમાં એવું કહી શકાય કે શ્રદ્ધા, નક્કર અનુભવો અને વિજ્ઞાન નો સરવાળો એટલે trust. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે belief  રૂપી શ્રદ્ધા trust રૂપી વિશ્વાસને સિદ્ધ કરવામાં પાયાની ભૂમિકામાં હોય છે. કારણ કે કોઈ પણ પ્રશ્નનુ ઉદભવ સ્થાન સંશય હોય છે અને સંશય નું સમાધાન ઉપર દર્શાવ્યા પ્રમાણે અનુભવોનો નીચોડ જ હોય છે.  કારણકે અનુભવ દ્વારા વ્યક્તિ સારા-નરસાનો ભેદ ઉકેલી શકે છે. વળી સાચું શું અને ખોટું શું એ પણ જાણી કે સમજી શકે છે. આમ, વ્યક્તિ પોતે જ પોતાના સ્વ અનુભવોથી, પ્રકૃતિ અને વિજ્ઞાનની ભૂમિકા વચ્ચેનો ભેદ પરખ કરી શકે છે. છેવટે પોતાની તર્કશક્તિથી વિશ્વાસ શબ્દનો ભેદ પરખ કરી અસ્તિત્વને ટકાવી શકે છે.

https://divyamudita.com/belief-trust/Writer : પ્રો.ડો.રંજન પટેલ ચૌધરી , સર્વ વિદ્યાલય કેમ્પસ
(Triple M.A., M.Ed, Phd)
શૈક્ષણિક સંશોધન : સંશોધન પેપર , આર્ટીકલ તેમજ પુસ્તક પ્રકાશન
પ્રમુખ – ઇગલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ,મહેસાણા

Photo Source : Google

Related Posts