ગામડા માં રહેતી “તન્વી” દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી
દીકરી એટલે સમજણ નું સરોવર , અરવલ્લી ના મોડાસા ના ગઢા ગામમાં રહેતી દીકરી દરેક દીકરીઓ માટે પ્રેરણાદાયી કામ કરે છે જેનું નામ છે “તન્વી”.
આજકાલ ની Generation ના બાળકો જેમને ઘર ના નાનામોટા કામ કરવામાં આળસ આવતી હોય છે. અને અમુક કામ કરવામાં બાળકો નાનમ અનુભવતા હોય છે તે બાળકો માટે તે માટે આ દીકરી નું ઉદાહરણ સર્વ શ્રેષ્ઠ છે. ખેડૂત માતા પિતા ની આ દીકરી ખેતી ક્ષેત્ર માં તેના પિતા ને મદદ કરે છે. તે જ્યારે ધોરણ 8 અને 9 માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ બાઇક અને ટ્રેક્ટર ચલાવે છે. તેમજ બળદ ગાડુ પણ ચલાવી ખેતર જાય છે.
પોતાના ખેતર ઉગેલા બટાટા ને ખેતર માં થી કાઢવા અને ટ્રક માં ભરાવવા માટે પોતાના પિતા સાથે મોડી રાત સુધી કામ કરી તેમને મદદ કરે છે. તે ઉપરાંત ઘર માં કચરા-પોતા થી લઈ દરેક નાના મોટા કામ કરી તેની મમ્મી ને પણ મદદ કરે છે. તેમ છતાય તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને સારા માર્કસ લાવી પાસ થાય છે. તેણે B.Sc પૂરું કરી હમણાં તે micro biology માં અભ્યાસ કરે છે.
તન્વી ના પપ્પા કહે છે કે મારી દીકરી દીકરા કરતાં પણ વધારે કામ કરવામાં સક્ષમ છે. અને તે ઘર ની જવાબદારી દીકરા કરતાં પણ સારી રીતે નિભાવે છે. મમ્મી -પપ્પા ના દુખ ભુલાવી ચહેરા પર મુસ્કાન લાવે તેવી છે મારી દીકરી “ તન્વી”. એક લીલા પાન ની જરૂર હોય અને આખી વસંત લઈ ને આવે તેનું નામ દીકરી , દીકરી એટ્લે સાપ નો ભારો નહીં પણ તુલસી નો ક્યારો તે અંતરિયાળ ગામ ની દીકરી એ સાબિત કર્યું છે.
સંકલન : મિત્તલ ભાવસાર , Photo Source : Google