લેખાનુભુતિ

ભગવદ્ ગીતા અર્ક-19

કર્મ શા માટે કરવું જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કર્મયોગ સમજાવતા કહ્યું છે કે,” કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ કરી શકતો નથી”. હવે, આપણે ભૌતિક જગતમાં રહીને અનાસક્તિ અને બંધનમાંથી મુક્ત રહી કર્મ કેવી રીતે કરવું જોઈએ? તે જોઈએ.
ભગવત ગીતામાં કહ્યું છે કે કોઈપણ કર્મ કૃષ્ણભાવના પરાયણ થઈ કરવું જોઈએ. જગતમાં કરેલું કોઈ પણ કર્મ બંધનનું કારણ થશે. કારણ કે, સારા નરસા કોઈ પણ કર્મના ફળ તો હોય જ છે. અને કોઈ પણ ફળ કર્મના કર્તાને બંધનકારક હોય છે. પરંતુ જો ભગવાનપરાયણ, કૃષ્ણ પરાયણ કે વિષ્ણુપરાયણ થઈ કર્મ કરવામાં આવે તો કર્મનો કર્તા મનુષ્ય મુક્ત અવસ્થામાં રહે છે. ભગવાનના આદેશ નીચે મનુષ્યે ખંતપૂર્વક કામ કરવું જોઈએ. જે સાધના રૂપ કાર્ય હોય છે. પરંતુ, તે મનુષ્યને કર્મના બંધનમાંથી છોડાવશે. દરેક જીવ માટે દેહ-પ્રાણનું ધારણ-પોષણ કરવા જરૂરી તત્ત્વો એવા વાયુ, પ્રકાશ, જળ તથા બીજા બધા વરદાનો દેવોના અધિકારમાં છે. દેવતાઓ ભૌતિક બાબતો માટે નીમેલા વહીવટકર્તાઓ હોય છે. દેવતાઓ યજ્ઞના ભોકતાઓ છે. યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી શકાય છે.

https://divyamudita.com/bhagvad-geeta-ark-19/બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે. અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે. અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. જેમ કોઈ ચેપી રોગના આક્રમણોથી બચવા માટે રોગ પ્રતિકારક રસી ટાંકવામાં આવે છે તેવી રીતે, ભગવાનને અર્પણ કર્યા પછી ગ્રહણ કરેલું અન્ન આપણને ભૌતિક આસક્તિથી પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે… જે મનુષ્ય પોતાના આત્મામાં જ આનંદ પામે છે તેનું જીવન આત્મસાક્ષાત્કાર યુક્ત થાય છે. આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની જરૂર રહેતી નથી. વળી, તેણે અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ જરૂર નથી રહેતી. તેથી, કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યે પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. અને સાધારણ જનસમુદાયને શિક્ષિત કરવા માટે પણ પોતે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કારણ કે, મહાપુરુષ જે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શો પ્રસ્થાપિત કરે છે તેનું અનુસરણ સમગ્ર જગત કરે છે. આમ, શ્રીકૃષ્ણ અર્જુનને સામાન્ય જન સમુદાયને ઉદાહરણ મળી રહે તે માટે પણ અર્જુને કર્મ કરવું જોઈએ એમ પ્રોત્સાહિત કરે છે. વધુમાં કહે છે કે,” જો, ત્રણે લોકમાં મારા માટે તો કોઈ કર્મ નિયત કરેલ નથી કે નથી મને કોઈ વસ્તુનો અભાવ કે નથી મારે કશું મેળવવાની જરૂર!!! તેમ છતાંય હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહ્યો છું. જો હું નિયત કર્તવ્ય ન કરું તો બધા લોકોનો વિનાશ થઈ જાય. બધા મનુષ્યો મારા માર્ગનું અનુસરણ કરે છે. તો હું અવાંછિત જનસમુદાય ઉત્પન્ન કરવાનું કારણ શા માટે બનું???

https://divyamudita.com/bhagvad-geeta-ark-19/Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ  શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International

Related Posts