સાચો ભક્ત કોને કહેવાય? આપણે સામાન્ય માણસો, અલગ અલગ ધર્મના લોકો રોજ અલગ અલગ ધર્મસ્થાનોએ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. દર્શનની બધી ક્રિયાઓ સ્થૂળ રીતે કરીએ છીએ. તો શું ખરેખર આપણે તે ભક્તિ કરી કહેવાય? તો શું આપણે ખરેખર ભગવાનના ભક્ત છીએ? તો શું આપણે અધ્યાત્મના રસ્તે છીએ? આવા અનેક પ્રશ્નો મનમાં ઊઠે.
અત્યાર સુધી આપણે કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા જીવન ઉપયોગી ઘણી બાબતો જોઈ. જેમાં ગીતા પરિચય, કર્મયોગ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કૃષ્ણપરાયણ કર્મ,કર્મનું ફળ, દિવ્ય જ્ઞાનયોગ, ધ્યાન, યોગ, સમાધિ, સમાધિનો આનંદ… એવી ઘણી બાબતો જોઈ. જીવનમાં આવતા સુખ-દુઃખ, આપત્તિઓ, આનંદ- વિષાદ, મોહ- માયા પ્રત્યે કેવી રીતે તટસ્થતા કેળવવી તેનું જ્ઞાન મેળવ્યું. તે ઉપરાંત મનને વશ કરી શાંતિ […]
ગુજરાતી ફિલ્મ Last Film Show “છેલ્લો શો” ને ભારત તરફથી અધીકૃત રીતે ઓસ્કાર માં મોકલવામાં આવી.. મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય પહેલાં પૂછ્યું:”અભિનય ક્ષેત્રે આટલી વિરાટ છલાંગ લગાવ્યા બાદ અને ભાતભાતની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે કોઈ ઝંખના ખરી ? “ત્યારે અમિતાભજીએ પૂરતી પારદર્શકતા સાથે ઉત્તર વાળ્યો:” જી, ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય
ધ્યાનયોગ ::આ અગાઉના લેખમાં આપણે સમાજની ઉચ્ચતા, સમાધિના આનંદ વિશે જોયું; આપણે એ પણ જોયું કે જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ જેવી શારીરિક જરૂરિયાતો પણ મનુષ્યે પરિપૂર્ણ કરવી પડે છે. જરૂરિયાત પૂરતી તે બધી જરૂરિયાતો પૂર્ણ કરી વ્યક્તિ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક યોગા અભ્યાસમાં મગ્ન થઈ જાય તો […]
ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ સુંદર છે, મહાન છે અને અદ્વિતીય છે એ જ ગીતામાં છે. અને એ જ રાધાકૃષ્ણનમાં પણ છે. રાધાકૃષ્ણન્ એની જ એક સજીવ પ્રતિભા છે.’’ ગાંધીજી. ઉપરોક્ત એક જ સુવાક્યમાં મહાત્માજીએ સંસ્કૃતિના પ્રહરી ડૉ. રાધાકૃષ્ણનનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કર્યું છે. તેઓશ્રીએ આજીવન અધ્યાપક બનીને શિક્ષકત્વ દિપાવીને શિક્ષણના વ્યવસાયને વિશિષ્ટ ગરિમા, ગૌરવ અને ઊંચાઈ […]
ધ્યાનયોગ : ગયા લેખમાં આપણે જોયું કે જે યોગ કરે તે યોગી. પરંતુ આજકાલ આપણે જે ટીવી પર કે સોશિયલ મીડિયા પર યોગના વિડિયો જોઈએ છીએ… તો તે બધા શું યોગી છે? ના મિત્રો, તેઓ તો ફક્ત અંગ કસરતો જ કરે છે. પણ હા, કોઈ કોઈ અંશતઃ યોગી બની શકે છે. અને મારા મતે એકદમ […]
ગયા લેખમાં આપણે મનમાં સતત ચાલી રહેલા વિચારોને રોકી કેવી રીતે શકાય તે જોયું. થોડી વાર પણ આપણે જો આંખો બંધ કરીને બેસીએ તો તરત જ કેટલાય વિચારોનું ઘોડાપૂર આપણા મનમાં ઉઠે. કેટલાય કિલોમીટરની સફર માનસિક રીતે આપણે કરી દઈએ. કેટલાય લોકો સાથે માનસિક રીતે વાતો કરી લઈએ. અને ક્યારેક તો ન ધારેલું વિચારી લઈએ. […]
સ્વામીશ્રી હરિદાસ મહારાજ જે મહાન સંત હતા જેમના સંગીતથી તેમણે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કર્યા હતા. તેઓ લલિતાસખીના અવતાર હતા. એક વખત બાળક હરિદાસ તેમના પિતાજી આસુદાસ સાથે ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે તેઓ શિવલિંગ પર જળ ચડાવતા હતા ત્યારે અચાનક ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું હે આસુદાસ આ તું શું કરે છે […]
આજકાલ સોશિયલ મીડિયામાં આપણે કોઈને મદદ કરતા ફોટા કે વિડિયો કે પછી કોઈ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમમાં ભોજન કરાવતા ફોટા કે વિડીયો કે પછી શિયાળામાં કોઈને ગરમ કપડાં કે ધાબળા આપતા વિડીયો, કોઈ ગરીબોને અનાજ-કરિયાણાની કીટ આપતા મેસેજ કે આવા તો અનેક પ્રકારના ફોટા વિડિયો જોઈએ છીએ. સારું છે. એના દ્વારા બીજા લોકોને પણ આવી પ્રવૃત્તિ […]
મનુષ્ય બ્રહ્મમાં નિર્વાણ અથવા મુક્તિ ક્યારે પામે છે? તેના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓ થી પર થયેલા છે, જેમના મન આત્મ-સાક્ષાત્કારમાં લીન છે, જેઓ ફક્ત જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ પામે છે. આ ઉપરાંત, જેઓ ક્રોધ તથા […]