લેખાનુભુતિ

સ્વચ્છતા એજ પવિત્રતાનું એકરૂપ

જ્યા જ્યા સ્વચ્છતા ત્યા ત્યા પ્રભુતા” તંદુરસ્ત શરીર માટે સ્વચ્છતા જરૂરી છે. આપણે આપણુ શરીર ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. આરોગ્યની જળવણી માટે આપણે આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. ઘર અને આંગણું નહીં પણ દરેક સ્થળ, જ્ગ્યાએ સ્વચ્છતા રાખવી જરૂરી છે. મંદિરોમાં, ઘરમાં, નિશાળ, કૉલેજ, કારખાના, ઓફિસોમાં સ્વચ્છતા રાખવી જોઈએ. તન સાથે આપણુ મન પણ સ્વચ્છ હોવુ જોઈએ. શરીરની જેમ આપણે આપણા ઘરને પણ સ્વચ્છ રાખવું જોઈએ. શેરી, ગલીઓ, રસ્તાઓમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. ગમે ત્યા કચરો ન ફેકવો જોઈએ. જ્યાં-ત્યાં થૂંકવું ન જોઈએ. સોસાયટીમાં, ગલીયોમા, રસ્તાઓમા ધણીવાર કચરાની ઢગલીઓ હોય છે. ખુલ્લી ગટરો હોય છે. તેમાથી દુર્ગંધ અને જંતુઓ ફેલાય છે. શહેરમા તથા ગામડાઓમા બઘે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે ઉકરડો હોય છે. લોકો ખુલ્લામા શૌચ જાય છે. તેથી માખીઓ અને મચ્છરો થાય છે. જાહેર આરોગ્યને જાળવણી માટે ગામ કે શહેરની સ્વચ્છતા નું ખૂબ મહત્ત્વ છે. અસ્વચ્છ વાતાવરણ માનવીના મન અને કાર્યશક્તિ પર પણ અસર કરે છે.  આપણે પીવાનું પાણી ચોખ્ખું પીવું જોઈએ, ઉકાળીને ગાળીને જ પીવાનું પાણી પીવુ જોઈએ. જેથી તેમાં રહેલા જંતુઓ નાશ પામે. તેથી આપણું શરીર સ્વસ્થ રહે.

https://divyamudita.com/cleanliness-is-sanctity/આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. ચોમાસામા ઘર આંગણે , રસ્તામાં , પાણીના ખાબોચિયા જોવા મળે છે. તેનાથી આસપાસના રહેતા નિવાસીઓ રોગોથી પીડાય છે. શહેરની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે. ઠેર ઠેર કચરાના ઢગલા હોય છે. તેનાથી રોગવાળો ફેલાય છે. દૂર્ગંધ આવે છે. તેનાથી ક્ષય, મલેરિયા, ટાઈફોઈડ, ઑરી, અછબડા વગેરે ચેપી રોગો ફેલાય છે, લોકોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની અસર જેવા મળે છે. તેમના શરીર તંદુરસ્ત રહી શકતા નથી તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. સ્વચ્ચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લીત થાય છે. સ્વચ્છતા રાખવાથી રોગચાળો  ફેલાતો નથી અને લોકોમા કામ કરવાની શક્તિ રહે છે. ગંદકીઓથી દુર્ગંધ હવાને પ્રદૂષણ ફેલાય છે. હવાના પ્રદૂષણ ના લીધે માનસીક વિકાસ પ્રભાવિત થાય છે. દુર્ગંધીત વાતાવરણને લીઘે શાંત ચિત્તે કામ કરી શકતા નથી શ્વાસમા ખૂબ તકલીફ થાય છે.તો લોકોમા સ્વચ્છતા માટે માટે શું-શું કરવું જોઈએ, આપણે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

સમાચાર પત્રો, રેડિયો, ટી.વી જેવા પ્રસાર માધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. સરકાર ના સ્વચ્છ ભારત મિશન માં જોડાઈને સરકાર અને સાથ સહકાર આપવો જોઈએ. વડીલો સ્વચ્છતા જાળવતા શીખે તો પોતાના બાળકોને સ્વચ્છ ૨હેવાના સંસ્કાર આપી શકે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ભાવના વિકસે એ માટે શાળા, કૉલેજમા સ્વચ્છતા દિન ઉજવવા જોઈએ. સ્વચ્છતાની શ્રેષ્ઠ જાળવણી માટે વિદ્યાથીઓ તેમજ વર્ગોને પુરસ્કાર આપવા જોઈએ. શાળાના શિક્ષણ કાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક સફાઈ કામમાં જોડાય. માહિનામાં એક વાર શાળામાં સફાઈ સપ્તાહ ઉજવવું જોઈએ. આપણા ગામના અને શહેરના રસ્તાઓ, જાહે૨સ્થળો વગેરે સફાઈને કાર્યકમ પણ યોજવા જોઈએ. આ રીતે બાળકોમા સ્વચ્છતા ના સંસ્કાર કેળવાશે અને લોકોમા સ્વચ્છતા માટેની જાગૃતતા આવશે. 15મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો પર નાટકો કે ગીતો દ્વારા સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાનું કામ કરવું જોઈએ. સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે. સ્વચ્છતા હશે તો મન હસે, આપણા સૌના જીવન વસે..

https://divyamudita.com/cleanliness-is-sanctity/

Writer : Sapna Joshi || Teacher
Volunteer Sadguru Foundation

Related Posts