નિત્ય સમાચાર

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ભારત સરકાર ના શ્રમ મંત્રાલય દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ

અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ભારત સરકાર ના શ્રમ મંત્રાલય હેઠળ કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ નેશનલ ડેટાબેઝ ની જાહેરાત કરી છે. સરકારની આ પહેલ સાથે તમામ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દેશના તમામ અસંગઠિત કામદારો સુધી પહોંચશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલનો લોગો લોન્ચ કર્યો છે. ઈ-શ્રમ પોર્ટલ દ્વારા સરકાર 38 કરોડ અસંગઠિત કામદારો જેમ કે બાંધકામ મજૂર, પ્રવાસી કામદારો, શેરી વિક્રેતાઓ અને ઘરેલુ કામદારોનું રજીસ્ટ્રેશન કરવાનું લક્ષ્‍ય ધરાવે છે. આ લોકોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. જે માટે ફક્ત આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે. જો કામદાર પાસે આધાર કાર્ડ નથી તો તે તેના નજીકના CSC પર જઈ શકે છે અને બાયોમેટ્રિક દ્વારા પણ નોંધણી કરાવી શકે છે.

https://divyamudita.com/e-shram-portal/કોઈ વ્યક્તિ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવે છે તો તેને 2 લાખ રૂપિયાના આકસ્મિક વીમાનો લાભ મળે છે.  શ્રમ મંત્રી ના જણાવ્યા મુજબ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 2 લાખ રૂપિયાનું આકસ્મિક વીમા કવર આપવામાં આવશે. જો પોર્ટલ પર નોંધાયેલા કામદારો અકસ્માતનો શિકાર બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તે જ સમયે જો કામદાર આંશિક રીતે અપંગ છે તો આ વીમા યોજના હેઠળ એક લાખ રૂપિયા નો હકદાર રહેશે. તેમજ નાના કામદારોને દરેક સરકારી યોજનાનો લાભ મળી શકે તેવો હેતુ છે.

આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ https://www.eshram.gov.in/ પોર્ટલ પર જવું પડશે. જેમાં નોંધણી માટે આધાર નંબર દાખલ કરતાં ત્યાંના ડેટાબેઝમાંથી કામદારની તમામ માહિતી આપમેળે પોર્ટલ પર દેખાશે. વ્યક્તિએ તેની બેંક માહિતી સાથે મોબાઈલ નંબર સહિત અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે. દેશભરના કોમન સર્વિસ સેન્ટરોની મદદ લઈ શકે છે. નોંધણી પછી વ્યક્તિના યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. નોંધણી માટે સરકારે ટોલ ફ્રી નંબર 14434 પણ રાખ્યો છે જ્યાં તેને લગતી તમામ માહિતી લઈ શકાય છે. રાજ્ય સરકારો પણ આ પોર્ટલ દ્વારા પોતાના કામદારોની નોંધણી કરાવી શકે છે.

સંકલન : દિવ્યા મુદિતા ટીમ , ફોટો સોર્સ : ગુગલ

 

Related Posts