લેખાનુભુતિ

બાબા બર્ફાની અમરનાથ યાત્રાનો મારો અનુભવ

બાબા બર્ફાની અમરનાથ યાત્રા આ અમરનાથ યાત્રા 1 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી 2023 માટે ચાલુ રહેશે. આમ આ યાત્રા 45 દિવસની હોય છે. પરંતુ આ વર્ષે 2023માં અધિક શ્રાવણ હોવાથી યાત્રા 62 દિવસની ચાલશે. અમરનાથ જવા માટે યાત્રા પરચિ જરૂર હોવી જોઈએ. અને મેડિકલ સર્ટિફિકેટ જરૂર હોવું જોઈએ. તો જ આપણને અમરનાથ જવા મળે. અમરનાથ યાત્રામાં અમે ચાર સભ્ય હતા અમારી અમરનાથ જવા માટે ની ટિકિટ 29 તારીખે જમ્મુતાવી સુધી હતી. જમ્મુ તાવી ઉતરીને આર એફ આઈ ડી કાર્ડ બનાવ્યું હતું. તે કાર્ડ રજીસ્ટ્રેશન કરાવવું પડે ત્યારે જ આપણને અમરનાથ જવા મળે. પછી જમ્મુતાવી થઈને અમે પહેલગામ જવા માટે નીકળ્યા હતા પહેલગામથી અમારી બાબા બર્ફાની માટે બીજી તારીખ લીધેલી હતી. ઊંડી ખાઈ, ઊંચા ઊંચા ઝાડ, સુંદર પર્વતી વિસ્તાર જંગલો, વળાંકવાળા રસ્તા આ સૌંદર્ય દ્રશ્ય જોઈને બીક પણ લાગે અને સુંદર પણ લાગે. અમે યાત્રા માટે નીકળ્યા ત્યારે ઠંડી વધારે હતી અમે સ્વેટર ટોપી રૂમાલ પૂરેપૂરી તૈયારી કરીને નીકળી ગયા હતા. બાલતાલ અને પહેલગામ આ બે રસ્તા અમરનાથ જવા માટે છે. પણ અમે જવા માટે પહેલગામના રસ્તે નીકળ્યા હતા. પહેલગામથી અમે ચંદનવાડી ગયા અને અમારી પદયાત્રા ચંદનવાડીથી ચાલુ થઈ ગઈ ચંદનવાડીથી અમને બાબા બર્ફાની જવા માટે 34 કિલોમીટર જવાનું હતું. ચંદનવાડીથી ચાલીને અમે પીશુ ટોપ પહોંચ્યા ચંદનવાડીથી પીશુટોપ ત્રણ કિલોમીટર દૂર છે. પીશું ટોપની ચડાઈ વધારે કઠણ છે. તે છતાં અમે પીશું ટોપ સુધી ચડી ગયા હવે પીશું ટોપથી આગળ જોજબલ થી નાગા કોટી, અને શેષનાગ આ ત્રણ ટોપ આવી છે. આ ટોપ ચડીને અમે શેષનાગ સુધી પહોંચી ગયા.

https://divyamudita.com/experience-of-baba-barfas-amarnath-yatra/આ યાત્રા માટે ઘોડા ખચ્ચર, પાલકી, હેલિકોપ્ટર આ બધાની સગવડ હતી. પરંતુ અમે ચાલીને જ નીકળ્યા હતા. શેષનાગ આવી ગયા શેષનાગ એક ઝીલ છે. ત્યાં સ્વયં ભગવાન શેષ નાગનો વાસ છે. અમે ચાલતા હતા ત્યારે અમુક લોકો કહેતા હતા. આ ઝીલમાં સાક્ષાત શેષનાગ અમે જોયા હતા. શંકર ભગવાને ત્યાં શેષનાગનો ત્યાગ કર્યો ત્યાંથી ત્યાં ઝીલમાં શેષ નાગ કરીને નામ પડ્યું હતું. અમે રાતે શેષનાગ ટેન્ટમાં રોકાઈ ગયા હતા. 10 વ્યક્તિ આવે એવો ટેન્ટ હતો. અમે ટેન્ટમાં સુઈ ગયા. બીજા દિવસે સવારે અમે શેષનાગથી નીકળી ગયા. શેષનાગથી નીકળ્યા ત્યારે અલગ અલગ ભંડારા હતા સવારનો ચા નાસ્તો, લીંબુ શરબત, બપોરનું જમવાનું, બિસ્કીટ ગોળીઓ પીવા માટે ઠંડુ અને ગરમ પાણી ભંડારામાં તમને સેવાનું કામ કરતા હતા એટલે કે અમને ખાવા પીવાની બિલકુલ તકલીફ પડી નથી. હવે અમે શેષનાગથી એમજી ટોપ ચડી ગયા હા એમ જી ટોપ ચડતા ચડતા અમને વધારે થાક લાગ્યો હતો. એમ જી ટોપ ઉપર વધારે બરફ હતો. આ બરફ ઉપર થઈને અમે ચાલવા લાગ્યા. પછી પહાડી ઉપર થઈને, કાદવમાં, બરફમાં થઈને અમે ચાલી નીકળ્યા તમે જેમ ઉપર જાવ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે અને હવા પાતળી થઈ જાય છે. અને આપણને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે અમે સાથે કપૂર લઈ ગયા હતા. આ કપૂર સુંઘીએતો તમને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. તે છતાં અમે આ બધા પરિસ્થિતિનો સામનો કરી એમ જી ટોપ ચડી ગયા. હવે એમ જી ટોપથી જજી બાલ અને પોષપતરી ટોપ આવે છે પછી અમે પંચતરણી આવી ગયા. ભગવાન શિવને પંચ ભૂતોનો ત્યાગ કર્યો હતો તે માટે આનું નામ પંચતરણી પાડ્યું હતું. પંચતરણી ખરી ચડાન છે. અમે તો લાકડી લઈને પહાડી ઉપર થઈને ચડી ગયા. પચતરણીથી સંગમ આવી ગયા . થોડો આરામ કરીને પછી અમે અમરનાથ ગુફા માં બાબા બર્ફાનીના અલૌકિક દર્શન કરવા માટે નીકળ્યા અમને બાબા બર્ફાનેની ગુફા સુધી જતા ત્રણ દિવસ લાગ્યા હતા. ત્રીજા દિવસે સવારે અમે 9:00 વાગે પહોંચી ગયા હતા. બાબા બર્ફાની 6:30 ફુટ ઊંચા હતા. અમને બાબા બર્ફાનીના સરસ એવા દર્શન થઈ ગયા. ખરેખર આ યાત્રામાં પોલીસ, આર્મીના જવાનો અમારી સાથેને સાથે હતા. આ જવાનોએ અમારી બહુ જ મદદ કરી ખરેખર તેમની સલામી આપવી પડે. હવે અમે બાબા બર્ફાનીના દર્શન કરીને બપોરે 12 વાગ્યે બાલતાલથી નીચે ઉતરી ગયા બાલતાલનો રસ્તો વધારે ડેન્જર હતો. તે છતાં અમે ચાલીને બાલતાલથી નીચે ઉતરી ગયા. નીચે ઉતરતા ઉતરતા 10 વાગી ગયા. અમે નીચે ઉતર્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. અમારા નસીબ સારા કે નીચે ઉતરીને વરસાદ ચાલુ થઈ ગયો. ત્યારબાદ આ યાત્રા ચાર દિવસ બંધ રહી. અમારી આ પદયાત્રા સફળ થઈ ગઈ આ યાત્રા અમે કાયમ માટે યાદ રહેશે.
જય બાબા બર્ફાની..

-સપના જોશી 

Related Posts