લેખાનુભુતિ

હસતો ચહેરો સૌને ગમે

દોસ્તો, હસવું અને રડવું એ કુદરતી પ્રક્રિયા છે. હસીએ એટ્લે સુખદ લાગણી અનુભવાય છે અને રડીએ એટ્લે દુખદ લાગણી અનુભવાય છે. એક કહેવત છે હસે તેનું ઘર વસે, હસીએ કે મલકાઈએ તે આપણે ખુશ હોવાની પ્રતીતિ છે. સદા ખુશ રહેવાથી આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે , રોનક આવી જાય છે. આપણું શરીર બહુ જ સુંદર હોય અને એ સુંદર શરીરમાં સ્મિત કે હાસ્ય ના હોય તો એ જીવન નકામું થઈ જાય છે.

https://divyamudita.com/smiley-face-everyone-likes/દોસ્તો, આજના જીવનમાં આપણી પ્રસન્નતા ખોવાઈ ગઈ છે આજે આપણે ખુશ અને હસતાં રહેવાનુ ભૂલી ગયા છીએ. આજનું આપણુ જીવન ટેન્શન વાળું થઈ ગયું છે. ઘરકામમાં, નોકરીમાં અને અન્ય દોડધામના ટેન્શનમાં આપણે ઘરમાં ગુસ્સો કરીએ છીએ. ટેન્શનમાં એક બીજા સાથે સારીરીતે વર્તન કરી શકતા નથી. એટલેકે આપણું જીવન ટેન્શન વાળું થઈ ગયું છે અને આપણે આપણા પરિવાર સાથે પણ બરાબર વાત કરી શકતા નથી , આપણા પરિવારને યોગ્ય સમય આપી શકતા નથી. જેથી પરિવાર ધીરે ધીરે આપણાથી દૂર થતો જાય છે. જેનાથી આપણું માનસિક સંતુલન પણ ગુમાવી દઈએ છીએ. એજ પરિવાર સાથે હસીખુશીથી વાત કરવાથી પરિવાર આપણી નજીક આવે છે જેનાથી આપણી જિંદગી ખુશીઓથી ભરાઈ જાય છે. જે ખુશી આપણને પૈસાથી ક્યારેય મળતી નથી. એટ્લે જ કહેવાય છે કે હસતાં રહો ખુશ રહો. હસવું હસાવવું તો મજાક પૂરતું જ હોય છે પણ જે જીવનમાં હાસ્ય હોય તો જીવન જીવવું સહેલું થઈ જાય છે. હસતાં રહેવાથી શરીર અને મન હમેશા સ્વસ્થ રહે છે. હાસ્યમાં આપણા સ્વાસ્થયને સારું રાખવાની કુદરતી ક્ષમતા હોય છે ગમે તેવું દુખ આવે તોયે હાસ્યથી હલકું થઈ જાય છે. દોસ્તો તમે દિવસમાં એક વાર પણ ન હસો તો જીવન નકામું છે , માટે ખુશ રહો હસતાં રહો..

https://divyamudita.com/smiley-face-everyone-likes/
Writer : Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

Related Posts