ભારતીય એથલીટ નીરજ ચોપરા – ગોલ્ડન બોય
ભારત ને અથેલેટિક્સ માં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી. ભારત દેશ માટે ગૌરવ ની પળ બની. ભારતીય એથલીટ અને ભારતીય સેનાના જુનિયર કમિશ્નર ઓફિસર નીરજ ચોપરા દ્વારા પોતાનું અને દેશ નું સપનું સાકાર કરતા 7 ઓગસ્ટ ના રોજ ટોક્યો ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવી આ સિધ્ધી હાંસલ કરી. ભારત ની આ જીત થી દેશ ના દરેક લોકો માં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. આ પહેલા અભિનવ બિંદ્રા એ દેશ માટે ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ટોક્યો માં ઇતિહાસ રચાયો અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ તેમના માટે આનંદ વ્યક્ત કરતાં કહ્યું છે કે નીરજ ચોપરા ની આ જીત અને જે હાંસલ કર્યું છે તેને હમેશા યાદ રાખવામા આવશે. નીરજ ચોપરા એ સ્વ.મિલ્ખાસિંહ નું સ્વપ્ન સાકાર કર્યું અને પોતાનો ગોલ્ડ મિલ્ખાસિંહ ને સમર્પિત કર્યો છે. જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ XUV 700 ભેટ આપી ને કહ્યું કે તે આપણા માટે ગૌરવ અને સન્માન ની વાત છે.
સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો સોર્સ : ગુગલ