નિત્ય સમાચાર

રસ્તે રઝળતા વૃધ્ધો ની સેવા કરી ને સમાજ માં પ્રેરણાદાયી કામ કરનાર યુવાન

નીરવ ઠક્કર ઉદારતા ના સાગર છે જેમણે રસ્તે રઝળતા વૃધ્ધો ની સેવા કરી ને સમાજ માં પ્રેરણાદાઈ કામ કર્યું છે.

“ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાનો વિચાર દે”  – મરીજ

વડોદરા ના ગોગી રોડ પર શ્રીજીવિલા સોસાયટી માં પરિવાર સાથે રહેતા અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા નિરવ ભાઈ એ અનોખી ઝુંબેશ હાથ ધરી છે.તેમણે કોઈ પણ જાત ના ભેદભાવ અને સ્વાર્થ વિના શહેર ના માર્ગો ઉપર જીવન ના અંતિમ દિવસો માં દીકરાઓ દ્વારા તરછોડાયેલા અને ફૂટપાથ પર રહેવા મજબૂર વૃધ્ધો ને આશ્રય સ્થાન શોધી આપી ને રહેવાની અને જમવાની સગવડ પૂરી પાડવાનું કામ કરે છે.

https://divyamudita.com/nirav-thakkar-surat/આજ કાલ ના યુવાનો જ્યારે મોટાભાગે તેમનો સમય સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ માં પસાર કરેછે ત્યારે નિરવભાઈ તેમનો સમય વૃધ્ધો ની સેવા કરવામાં પસાર કરે છે. ઘરડા ઘર અને વૃધ્ધાશ્રમ માં મૂકી ને દીકરાઓ માં-બાપ ને તરછોડે છે જ્યારે નિરવભાઈ એ અત્યાર સુધી 10 થી 12 જેટલા વૃધ્ધો ને અંતિમ દિવસો સારી રીતે પસાર થાય તેવી વ્યવસ્થા કરી છે.

માતા-પિતા પોતાના બાળકો ને ભણાવવા માટે તેમજ નાની મોટી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરી ને તેમને સારું જીવન અને સારું ભવિષ્ય બનાવવાના પ્રયત્ન કરતાં હોય છે, ત્યારે તે જ બાળકો ભણી ગણી ને સારી પગાર વળી નોકરી હોવા છતાં માતા-પિતા ને રસ્તે રઝળતા મૂકી ને અથવા વૃધ્ધાશ્રમ માં મૂકી આવે છે.

નિરવભાઈ ની ઈચ્છા નિરાધાર મહિલાઓ ના અંતિમ દિવસો સારા પસાર થાય તેવું આશ્રય સ્થાન બનાવવાની છે. નિરાધાર વૃધ્ધો ને મેડિકલ ટ્રીટમેન્ટ, જમવાનું તેમજ રહેવાની યોગ્ય સુવિધા મળી રહે તે માટે તેમને અત્યારે તો સુરત આશ્રમ માં મૂકી આવે છે. તે ઉપરાંત તેઓ મધ્ય ગુજરાત માં નિ:સહાય વૃધ્ધો ની સેવાચાકરી ના ઉદ્દેશ સાથે એક ટીમ ઊભી કરી રહ્યા છે. સેવા નામની સંસ્થા પણ રજીસ્ટર કરાવી છે. અત્યારે શ્રવણ સેવા ના બેનર હેઠળ તેમના સભ્યો સાથે કામ કરી રહ્યા છે. આવા ની:સહાય હજારો માતા-પિતા ના આશીર્વાદ થી તેઓ આ કામ ખૂબ જ સારી રીતે કકરી રહ્યા છે.

“ હમ ન સોચે હમે ક્યાં મિલા હૈ , હમ યે સોચે કિયા ક્યાં હૈ અર્પણ”

 સંકલન : મિત્તલ ભાવસાર

Related Posts