નિત્ય સમાચાર

મેજર ધ્યાનચંદ – હોકી ના જાદુગર

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું નામ બદલી ને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામા આવ્યું છે. મેજર ધ્યાન ચંદ નો જન્મ 29 ઓગસ્ટ 1905 માં થયો હતો. તેઓ ભારતીય હોકી ના ખેલાડી હતા. તેમને God of Hockey પણ કેહવામાં આવતા હતા. તેમણે 1980 થી 1964 દરમ્યાન આઠ માં થી સાત ઓલમ્પિક માં ફિલ્ડ હોકી સ્પર્ધા જીતી હતી. તેમણે પોતાની પ્રથમ મેચ માં 3 ગોલ કર્યા હતા. તેમની કેરિયર દરમ્યાન ઓલમ્પિક માં 35 ગોલ , આંતરરાષ્ટ્રીય મેચ માં 400 થી વધુ સાથે કુલ 1000 થી વધુ ગોલ કર્યા હતા.ઓલમ્પિક સૌથી વધુ ગોલ્ડ મેડલ અપાવનાર મેજર ધ્યાનચંદ હતા.

https://divyamudita.com/major-dhyanchand/તેમનું વાસ્તવિક નામ મેજર ધ્યાન સિંગ હતું. પરંતુ તે રાત્રિ ના ચંદ્ર ના પ્રકાશ માં પણ હોકી ની પ્રેકટીસ કરતાં હતા માટે તેમનું નામ ચંદ્ર પાડવામાં આવ્યું અને ત્યારબાદ તે ધ્યાનચંદ થઈ ગયું. તેમના અમુક કિસ્સા એવા છે કે તેના ઉપર થી આપણે અનુમાન લગાવી શકીએ કે તેમના જેવો ના કોઈ હોકી પ્લેયર હતો ના અત્યારે છે. હોકી ના બૉલ હોકી સ્ટિક થી એવી રીતે રેહતો કે હોલેન્ડ માં એક વખત તેમની હોકી સ્ટિક તોડી ને ચેક કરવામાં આવ્યું કે કોઈ ચુંબક તો નથી ને. તે ઉપરાંત જર્મની ના તાનાશાહ હિટલર પણ ધ્યાનચંદ થી એટલા પ્રભાવિત હતા કે તેમણે ધ્યાન ચંદ ને પોતાની ઓફિસ બોલાવી ને સારી નોકરી ની લાલચ આપી ને જર્મની ની ટીમ માટે રમવાનું કહ્યું હતું પરંતુ ધ્યાનચંદ ભારત ના સાચા દેશ ભક્ત હતા માટે તેમણે હિટલર ને ના પાડી અને હમેશ માટે દેશ નું ગૌરવ વધાર્યું.

દુનિયા ના ઘણા બધા પ્રતિષ્ઠિત લોકોએ ધ્યાનચંદ ને હોકી ના જાદુગર માન્યા છે. તેમના જન્મ દિવસ 29 ઓગસ્ટ ને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. તેમનું અવસાન 3 ડિસેમ્બર 1979 ના રોજ થયું હતું.

He Scores Goal like Runs in Cricket – Sir Don Bradman (Cricketer)

સંકલન : મિત્તલ ભાવસાર

Related Posts