નિત્ય સમાચાર

વિનાયક સાવરકર સ્વતંત્રતા આંદોલનના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા

વીર સાવરકર એ ફક્ત વિશેષ નામ નથી પણ એક વિચાર છે – એક સ્પંદન છે. વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભાગુરમાં થયો હતો. હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિંદુ રાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઇતિહાસ ધ ઇન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ધ ઇન્ડિયન વૉર ઓફ ઇન્ડપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઇન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિધાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઇંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાઁતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઇ સરકાર દ્વારા હટાવાયો હતો. 29-6-1910ના રોજ “મોરિયા” નામના જહાજમાં વિનાયક કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા. તેમની ચોકી કરવા 10 અંગ્રેજ સોલ્જરો પણ સાથે હતા. જહાજ પેરિસના સમુદ્રમાં પહોંચ્યું. વિનાયક માટે પેરિસ જાણીતું હતું. તેમણે સંડાસ જવાનું બહાનું કરીને સંડાસમાં ગયા. કાચ તોડીને સમુદ્રમાં કૂદી પડ્યા. સામે જ કિનારો હતો. તરતાં આવડતું હતું. તેમના પડવાથી ધબાકો થયો. સોલ્જરો ચેતી ગયા. તેમણે ધડાધડ ગોળીઓ છોડવા માંડી પણ કુશળ તરવૈયા વિનાયક ડૂબકી મારીને તરીને સામે કાંઠે પહોંચી ગયા. દોડીને ફ્રાંસની ધરતીમાં પ્રવેશી ગયા. તેમને આશા હતી કે શ્યામજી કૃષ્ણ વર્મા તેમને લેવા માટે સામે કિનારે આવ્યા હશે. પણ ત્યાં કોઈ ન હતું. ફ્રાંસની પોલીસે પકડ્યા. તે અંગ્રેજી જાણે નહિ. વિનાયકે બહુ સમજાવ્યા પણ ત્યાં તો પેલા સોલ્જરો પહોંચી ગયા. વિનાયક કરીથી પકડાઇ ગયા. આવી સાહસપૂર્ણ બહાદુરી બતાવવા માટે લોકોએ તેમને વીરની ઉપાધિ આપી. હવે તે વીર સાવરકર થઇ ગયા. હવે તો મુશ્કેટાટ બાંધીને જ બાકીનો પ્રવાસ કરવાનો થયો. 20-7-1910ના રોજ જહાજ મુંબઇ પહોંચ્યું. સેંકડોની ભીડ તેમને જોવા ઊમટી પડી. પોલીસે તેમને યરવડા જેલ મોકલી દીધા. ત્યાંથી ડોંગરી જેલમાં મોકલ્યા.

https://divyamudita.com/vinayak-savarakar/26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. 1970માં ઇન્દિરા ગાંધીની સરકારે વીર સાવરકરના માનમાં પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.

વિનાયક દામોદાર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાતો.

1 વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ચક્ર લગાવવાની સલાહ સર્વપ્રથમ આપી હતી. જેને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદએ માન્યું.

2. તેમણે જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લક્ષ્ય ઘોષિત કર્યું. તે એવા પ્રથમ રાજનીતિક બંદી હતા. જેને વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગના અંતરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ પહૉંચ્યા.

3. તે પહેલા ક્રાંતિકારી હતા જેમણે રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસનો ચિંતન કર્યું અને બંદી જીવન સમાપ્ત થતા જ જેને અસ્પૃશયતા વગેરે કુરીતીઓના વિરૂદ્ધ આંદોલન શરૂ કર્યું.

4. દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનના એકાંત જેલમાં ખીલી અને કોલસાથી કવિતા લખી જેવી અને પછી તેને મોઢે કરી નાખી આ રીતે તેમણે દસ હજાર લીટીઓ યાદ રાખીને જેલમાંથી છૂટ્યા પછી પુસ્તકમાં લખી નાખી.

5. સાવરકર દ્વારા લિખિત ચોપડી દ ઇંડિયન વૉર 1957 એક સનસની ખેજ જેવી સાબિત થઈ જેણે બ્રિટિશ શાસનએ હલાવી નાખ્યું હતું.

6. વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકલા સ્વાતંત્રય યોદ્દા હતા જેને 2-2 આજીવન જેલની સજા મળી. સજાને પૂરી કર્યા પછી તે રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઇ ગયા.

7. તે વિશ્વના એવા પહેલા લેખક હતા જેની કૃતિ 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને 2-2 દેશોએ પ્રકાશનથી પહેલા જ પ્રતિબંધિત કરી નાખ્યું.

8. તે પહેલા સ્નાતક હતા જેની સ્નાતક ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે પરત લઇ લીધું.

9. વીર સાવરકર પહેલા એવા ભારતીય વિધાર્થી હતા જેમણે ઇંગ્લેડના રાજા પ્રત્યે વકાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી વકાલત કરવાથી રોકી દીધું

10 વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેને સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી.

નોંધ:
સાવરકરની (૧) મારી જનમટીપ અને (૨) 1857 સ્વતંત્ર સંગ્રામ આ બે પુસ્તકો વાંચવા માટે ભલામણ છે.

Writer : Kardam R Modi || Teacher
M.Sc.M.Ed, Patan

Related Posts