નિત્ય સમાચાર

રણમાં જંગલ ઊભું કરી અસંખ્ય જીવોના તારણહાર જાદવ મોલાઈ પાયેંગ

જાદવ મોલાઈ પાયેંગ આસામના છે અને એક નાની ઝૂંપડીમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. તેઓ ખેતી અને ગાય-ભેંસ રાખી પોતાની આજીવિકા પૂરી કરે છે. તે એક પર્યાવરવિદ અને વનકાર્યકર છે. જેઓ ભારતના ફોરેસ્ટ મેન તરીકે ઓળખાય છે. 1979 માં જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે જોયું કે રેતીના પટમાં હજારોની સંખ્યામાં સાપો મરેલા પડ્યા છે અને તેનું કારણ પાણીનો અભાવ હતું. તેમણે નિશ્ચય કર્યોકે તેના માટે મારે કોઈ પ્રયત્ન કરવો જોઈએ. તેથી તેમણે રેતીની પટ્ટી પર 20 થી વધુ વાંસના રોપા વાવ્યા અને તેમણે જંગલ માં કામ કરવાનું શરૂ કર્યું. સામાજિક વનીકરણ વિભાગે અરુણા ચોપરી ખાતે 200 હેક્ટરમાં વૃક્ષારોપણ ની યોજના શરૂ કરી હતી. પાંચ વર્ષ પછી પૂરા થયેલ પ્રોજેકટ માં જાદવ મોલાઈ એક જ હતો જેને આ વિસ્તારની જાત દેખરેખ રાખી જંગલમાં પરિવર્તિત કરવાનું બીડું ઝડપ્યું અને પોતાની જાતે વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું. તેમણે કોઈપણ અપેક્ષા વગર પોતાનું કામ કરવાનું શરૂ કર્યું અને લગભગ 1360 એકર જમીનને જંગલમાં ફેરવી.

https://divyamudita.com/jadav-molai-payeng/તેમના આ પ્રયાસોની જાણ 2008 માં સત્તાવાળાઓને થઈ જ્યારે તેઓ 115 હાથીઓની શોધમાં આ વિસ્તારમાં ગયા.આટલું મોટું ગાઢ જંગલ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી વન વિભાગ નિયમિત તેની મુલાકાત લે છે. આ જંગલ મોલાઈના જંગલ તરીકે ઓળખાય છે. જેમાં બંગાળના વાઘ, ભારતીય ગેંડા, હરણો, સસલાઓ, વાંદરાઓ, ગીધ અને અનેક પ્રકારના પક્ષીઓ રહે છે. તેમાં વાલ્કોલ, અર્જુન, ઈજર, ગોલ્ડમહુર, કોરોઈ, મોજ અને હિમોળું જાતિના હજારો પ્રકારના વૃક્ષો અને 300 થી વધુ હેક્ટરમાં વાંસ આવેલા છે. લગભગ 100 થી વધુ હાથીઓનું ટોળું દર વર્ષે નિયમિતપણે જંગલની મુલાકાત લે છે અને છ મહિના સુધી રહે છે.

https://divyamudita.com/jadav-molai-payeng/રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 2015 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 22 એપ્રિલ 2012 માં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી શાળા ઓફ એનવાયરમેંટલ સાયન્સ દ્વારા આયોજિત સમારંભમાં તેમની આ સિધ્ધી બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. તે સમયે મેગ્સેસે એવોર્ડ વિજેતા રાજેન્દ્રસિંહ અને JNU ના વાઇસ ચાન્સેલર સુધીરકુમાર સોપોરી હાજર હતા. સોપોરી એ જાદવ પાયેંગ ને “ભારતના વનપુરુષ” તરીકે નામ આપ્યું હતું. તેમના યોગદાન માટે આસામ કૃષિ યુનીવર્સિટી અને કાઝીરંગા યુનીવર્સિટીમાથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.

તો આવા રણમાં જંગલ ઊભું કરી અસંખ્ય જીવોના તારણહાર જાદવ મોલાઈ પાયેંગ ને સો સો સલામ.

સંકલન : જયેશ પ્રજાપતિ , ફોટો સોર્સ : ગુગલ

Related Posts