જાણ્યું છતાં અજાણ્યું

17 વર્ષની ઉમરમાં શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઇ

       અગિયાર વર્ષની ઉંમરે મલાલા યુસુફઝાઇ છોકરીઓના શિક્ષણના અધિકાર માટે લડતી હતી. મલાલા યુસુફઝાઇ તેના વતન દેશ પાકિસ્તાનમાં સ્ત્રી શિક્ષણ ઉપર તાલિબાનના પ્રતિબંધોનો વિરોધ કરતી હતી ત્યારે 9 ઓક્ટોબર 2012 રોજ ગોળી વાગી હતી. પરંતુ  તેણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે અને છોકરીઓના અધિકારની અગ્રણી હિમાયતી બની છે. 2013 મા મલાલા અને તેના પિતાએ છોકરીઓના શિક્ષણના સામાજિક અને આર્થિક પ્રભાવમાં જાગૃતિ લાવવા અને પરિવર્તનની માંગણી માટે યુવતીઓને સશક્ત બનાવવા મલાલા ફંડની સહ-સ્થાપના કરી. તેને 17 વર્ષ ની નાની ઉમ્મર માં શાંતિ માટે નું નોબેલ પુરસ્કાર મળ્યું છે

Related Posts