જાણ્યું છતાં અજાણ્યું

ઈસ.1996 માં ગૂગલ બેકરબ ના નામથી જાણીતું હતું

ઈસ.1996 માં ગૂગલ બેકરબ ના નામથી જાણીતું હતું.1996 માં લેરી પેજ અને સેરેગેઇ બ્રિને તેમના શરૂઆત ના સર્ચ એન્જિન ને બેકરબ નામ આપ્યું હતું. વેબ ની બેક લિન્ક પર થી તેના વિશ્લેષણ માટે આ નામ પસંદ કરવામાં આવ્યું હતું.તે સમયે લેરી ની ઓફિસ એક જ રૂમ માં ઘણા ગ્રેજ્યુએટ સાથે શેર કરી બનાવવામાં આવી હતી. 1997 માં લેરી અને તેના મિત્ર સેરેગેઇ એ ઝડપથી સુધરતી સર્ચ ટેકનૉલોજિ માટે નવા નામ ની શોધ કરી. સેરે એ “ગુગોલપ્લેક્સ” નામ સૂચવ્યું. અને લેરી તે નામ ટૂંકમાં ગુગોલ એવો જવાબ આપ્યો. ત્યારબાદ ડોમેઈન રજીસ્ટર માટે ભૂલ થી ગૂગલ ટાઈપ થઈ ગયું અને પછી તેજ નામ 15 સપ્ટેમ્બર 1997 ના દિવસે ફાઇનલ કરવામાં આવ્યું.

Related Posts