“Manchineel” વૃક્ષ એ વિશ્વનું સૌથી ખતરનાક વૃક્ષ
“Manchineel” નામનું વૃક્ષ એટલુ ખતરનાક છે કે વરસાદનાં પાણી ટીપાં એનાં પતા પર પડે અને પછી આપણાં શરીર પર પડે તો ચામડી પણ બળી શકે છે. મંચિનીલ વૃક્ષ એ વિશ્વનો સૌથી ખતરનાક વૃક્ષ છે. તેના થડમાં થી નીકળેલો સ્ત્રાવ એટલો ઝેરી અને એસિડિક હોય છે કે માનવ ત્વચા સાથેનો નજીવો સંપર્ક ફોલ્લીઓનું કારણ બને છે અને જો તે વ્યક્તિની આંખોને સ્પર્શે તો અંધત્વ આવી શકે છે. મંચિનેલ વૃક્ષ વિશ્વનું સૌથી ખતરનાક વૃક્ષ છે. મુસાફરોને ચેતવણી આપવામાં આવે છે કે વરસાદ પડે ત્યારે ઝાડની નીચે ન ઉભા રહેવું, કેમ કે ટપકતા પાણી સાથે ઝાડમાંથી ઝેર પડે ની જેમ પડે છે જે નજીકના કોઈ પણ વ્યક્તિ પર પડે ત્યારે નુકશાન કરી શકે છે. આ ઝાડ એક જાડુ અને દૂધિયું સત્વ ઉત્પન્ન કરે છે જે છાલ, પાંદડાઓ અને ફળ અને દરેક વસ્તુમાંથી છૂટી ને બને છે અને જો તે ત્વચા સાથે સંપર્કમાં આવે તો ગંભીર ફોલ્લા પેદા કરી શકે છે. મંચિનેલ વૃક્ષ મૂળ કેરેબિયન, ફ્લોરિડા, બહામાસ, મેક્સિકો અને મધ્ય અને દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણ માં જોવા મળે છે.