નિત્ય સમાચાર

12 વર્ષ ની મરિયમ ની મહોલ્લા લાઈબ્રેરી

કોરોના સમય માં ખાલી સમય માં બાળકો ગેમ અને અન્ય પ્રવૃતિ માં હતા ત્યારે ઔરંગાબાદ ની 12 વર્ષ ની મરિયમ મિરઝા પોતાના પિતાની દુકાન માં પુસ્તકો વાંચી સમય પસાર કરતી હતી. તેણે 2 મહિના સુધી આ રીતે પુસ્તકો વાંચ્યા. તે પોતાના પિતાની સાથે લોક ડાઉન શરૂ થાય તે પહેલા જ ઔરંગાબાદ ની પ્રખ્યાત મૌલાના આઝાદ લાઈબ્રેરી અને સંશોધન કેન્દ્ર ની મુલાકાતે ગઈ. ત્યાં તેણે જોયું કે બાળકો નો કોઈ અલગ વિભાગ નથી અને પુસ્તકો પણ નથી.

ઔરંગાબાદ માં 11 નવી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે તેની પાસે 500 થી વધુ પુસ્તકો છે જે બાળકો વાંચવા લઈ જાય છે અને વાંચ્યા બાદ બે-ત્રણ દિવસ માં પરત કરી જાય છે

આજ પુસ્તકો થકી તેને વિચાર આવ્યો કે મારી જેમ જ મારા મિત્રો અને મહોલ્લા ના બાળકો પણ પુસ્તકો વાંચી શકે તો કેટલું સારું. આ વાત તેના પિતા ને કરતાં તેમણે 150 થી વધુ પુસ્તકો તેને ગિફ્ટ આપ્યા. તે પુસ્તકો મેળવી તેણે  પોતાના મહોલ્લા માં “ મોહલ્લા લાઈબ્રેરી “ શરૂ કરી જેમાં બાળકો નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આ વ્યાપ વધતાં આજે ઔરંગાબાદ માં 11 નવી લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે તેની પાસે 500 થી વધુ પુસ્તકો છે જે બાળકો વાંચવા લઈ જાય છે અને વાંચ્યા બાદ બે-ત્રણ દિવસ માં પરત કરી જાય છે.

 

https://divyamudita.com/mariyam-library/મરિયમ ના પિતા મિરઝા અબ્દુલ કય્યુમ એક બુક શોપ ચલાવે છે તેમના મુજબ મહોલ્લા લાઈબ્રેરી શરૂ કર્યા પછી મરીયમ ની પાસે વિચાર મેળવવા અને તેમની પોતાની લાઈબ્રેરી શરૂ કરવા માટે લોકો આવી રહ્યા છે. અત્યારે બાળકો online ભણતા હોય છે , online ક્લાસ પૂરું કર્યા પછી કાર્ટૂન શો, કોમેડી શો કે હોરર શો જોવામાં કલાકો ગાળતા હોય છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે બાળકો માં વાંચવાની આદત મરી પરવારી છે પણ યોગ્ય પ્લેટફોર્મ મળે તો દરેક બાળક તેનો લાભ લેવા ઉત્સુક છે તે છઠ્ઠા ધોરણ માં ભણતી 12 વર્ષ ની મિરઝા મરિયમે સાબિત કરી દીધું છે.

 

Related Posts