નિત્ય સમાચાર

ભારતીય યુવા ખેલાડી લક્ષ્ય સેન બેડમિન્ટન ચેમ્પિયન બન્યો

કેનેડામાં રમાઈ રહેલ બીડબલ્યુએફ વર્લ્ડ ટુરમાં ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનએ જીતી લીધી છે. ભારતીય યુવા શટલર લક્ષ્ય સેનએ ચીનના લી શી ફેંગને સીધી ગેમમાં 22-18,22-20 થી હરાવીને ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેણે અગાઉ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન શીપના ડિફેંડિંગ ચેમ્પિયનને હરાવવાની સાથે આ બીજું ટાઇટલ જીત્યું છે.

લક્ષ્ય સેને કેનેડા ઓપન રાઉન્ડમાં થાઈલેન્ડના કુનલાવુતને હરાવ્યા બાદ બ્રાજિલના કોએલ્હો ડી ઓલિવેરાને હરાવ્યો હતો. લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના જુલિયન કેરોગી સામે વિજય બાદ સેમી ફાઇનલમાં જાપાનના કેન્ટા નિશિમોટોને પરાજય આપ્યો હતો. ફાઇનલ મુકાબલામાં બીજી ગેમમાં ચાર પોઈન્ટ બચાવીને ફાઇનલ જીતી લીધી હતી. આ મુકાબલો 50 મિનિટ ચાલ્યો હતો અને ચીનના લી શી ફેંગને હરાવી ચેમ્પિયન બન્યો હતો.

સંકલન : જયેશ પ્રજાપતિ 

Related Posts