નિત્ય સમાચાર

માં-બાપ માટે ચેતવણી રૂપ ઘટના , મોબાઈલે યુવતીનો ભોગ લીધો

મહેસાણા જિલ્લા ના બહુચરાજી તાલુકા ના છેટાસાણા ગામ ની આ ઘટના છે. શ્રધ્ધા દેસાઇ નામની 17 વર્ષીય યુવતી મોબાઈલ ચાર્જિંગ માં મૂકી ને ફોન પર વાત કરતી હતી. તેમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ને રૂમ માં આગ લાગતા આ યુવતી નું મોત થયુ હતું. રૂમ મા સૂકું ઘાસ હોવાથી આગ વધારે ઝડપ થી પ્રસરી હતી. આસપાસ રહેતા લોકો એ યુવતી ને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેને બચાવી શકાઈ નહીં. શ્રધ્ધા દેસાઇ નું કરૂણ મોત થતાં ગામ મા શોક ની લાગણી પ્રસરી ગઈ છે.

https://divyamudita.com/mobile-blast/દરેક વાલી મિત્રોએ સતર્ક થવાની જરૂર છે. બાળકો ને ઓન લાઇન અભ્યાસ માટે જે બાળકો વધુ સમય માટે મોબાઈલ વાપરે છે અને ફોન ચાર્જિંગ મા રાખી ને અભ્યાસ કરતા હોય તો ચેતી જવાની જરૂર છે. આજકાલ બાળકો ની સાથે સાથે દરેક વ્યક્તિ માટે મોબાઈલ જીવન જરૂરિયાત નું સાધન બની ગયું છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા અને ગેમિંગ પર વધુ મા વધુ સમય પસાર કરે છે. ઘણી વખત મોબાઈલ મા બેટરી ચાર્જ ન હોય તો પણ મોબાઈલ ચાર્જિંગ મા રાખી ને ઘણી ખરી પ્રવૃતિ કરતા હોય છે. ઘણી વખત ખિસ્સામાં પણ ફોન બ્લાસ્ટ થવા ના કિસ્સા આપણે વાંચ્યા કે સાંભળયા છે. મોબાઈલ નાના બાળકો ને જે મા-બાપ આપે છે તે પણ આ ઘટના ને ધ્યાનમાં રાખે. દરેક વાલી અને માં-બાપ માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે.

 

સંકલન : મિત્તલ ભાવસાર , ફોટો(પ્રતિકાત્મક) સોર્સ : ગુગલ

Related Posts