સફળ સાહસિક

ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી પંકજ રમણભાઈ પટેલ

ભારત ની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થ કેર ના ચેરમેન છે. આ સફળ સ્ટોરી કોઈ એવા માણસ ની નથી કે જેમણે પોતાના વતન થી નવા શહેર માં આવી ને સંઘર્ષ કર્યો હોય. આ વાર્તા છે અમદાવાદ સ્થિત માલિક પંકજભાઈ પટેલ ની. પંકજભાઈ એવા કુશળ વ્યક્તિ છે જે બદલાતા સંઘર્ષ ના સમય માં કુશળતા અને નીડરતા થી લડે છે તેઓ નવી પેઢી માટે અખૂટ પ્રેરણા નો સ્ત્રોત છે.

પંકજભાઈ ના પિતા રમણભાઈ દવા ની ફેક્ટરી માં કામ કરતાં હતા ત્યારે તેઓ 8 વર્ષ ની ઉમ્મર થી ત્યાં જતાં અને ટેબ્લેટ મશીન પર કામ કરતાં માણસો ને જોતાં ત્યારથી જ કદાચ તેમણે નક્કી કર્યું કે તેઓ ફાર્મસીસ્ટ બનશે. તેમણે વર્ષ 1976 માં M.Pharm કરી ને તેમના પિતા સાથે જોડાયા. આ દરમ્યાન 1995 માં કંપની નું વિભાજન થયું અને રમણભાઈ અને ઇંદ્રવદનભાઈ અલગ થયા. જ્યારે પંકજભાઈ એ કેડિલા હેલ્થકેર સંભાળ્યું. ત્યારે તેમની 200 કરોડ ની કંપની હતી જ્યારે બે છેડા મેળવવા પણ ઘણા મુશ્કેલ હતા. તે છતાં વર્ષ 2000 સુધીમાં 1000 કરોડ રૂપિયા નું ટર્નઓવર પર લઈ જવાનો સંકલ્પ કર્યો. તેમણે સમગ્ર દેશ માં Globalization નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને business ને નવો Flow અપનાવ્યો. જેમાં કેડિલા હેલ્થ કેર કંપની પહેલેથી જ બજારમાં લિસ્ટેડ કંપની બની ચૂકી છે અને તેઓ જાપાન, ફ્રાંસ સહિત 50 દેશો માં હાજરી ધરાવે છે. આજે ઘણી Global Company તેમની સાથે છે.

https://divyamudita.com/pankaj-patel/આજે કંપની પાસે 13000 થી વધુ કર્મચારીઓ છે. અત્યાર સુધી દવાઓ નું સંશોધન ફક્ત વિદેશો માં જ કરવામાં આવતું હતું. Cadila અને અન્ય કંપનીઓ દવા નું વિતરણ જ કરતી હતી. પરંતુ પંકજભાઈ એ એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે તેઓ ની સાથે એક હજાર ભારતીય વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. અને તેમને તેઓ પર ગર્વ છે . ભારત દેશ પાસે ખૂબ જ ટેલેન્ટ છે જો તેમને યોગ્ય platform મળે તો આપણો દેશ ઘણી પ્રગતિ કરી શકે છે. પંકજભાઈ પટેલ નિયમો ના ઘણા સખત છે તેઓ કહે છે કે તે તેમના principle ને ignore કરી ને કોઈ કામ કરતાં નથી. સત્ય ને સાથે રાખી પૂરી નિષ્ઠા થી કામ કરે છે. કોઈ પણ ખોટા કાર્ય નો ક્યારેય સ્વીકાર કરતાં નથી. તેઓ નવરાશ ના સમય માં કાગળ પર કર્વી પેટર્ન  દોરે છે જેમાં તેમનું મન ભાવિ આયોજન તરફ વળે છે. તેમાં કોઈ perfect pattern નથી હોતી પણ તેમના ભૂતકાળ ના અનુભવો પરથી ભવિષ્ય માં આગળ જવાની તૈયારી હોય છે. તેઓ હમેશા ભગવાન માં માને છે તેઓ નસીબ મા ક્યારેય માનતા નથી તેઓ ક્યારેય કોઈ ગ્રહો ની વીંટી પહેરતા નથી તે ઉપરાંત તેઓ સામાજિક જવાબદારી પણ સહજતાથી નિભાવે છે. કેડિલા હેક્થ કેર ને ભારત સરકર તરફ થી ઘણા એવોર્ડ મળેલા છે. તે સફળ ભારતીય ઉદ્યોગપતિ છે.  અત્યારે તેનો પુત્ર શર્વિલ પટેલ કંપની ની સંપૂર્ણ જવાબદારી સાંભળી રહ્યો છે. કેડિલા હેલ્થ કેર દવાઓની સાથે રસી બનાવવાનું પણ કામ કરે છે તેઓ કોરોના ની રસી માટે સખ્ત મહેનત કરી રહ્યા છે જે ટૂંક સમય મા ભારતીય જનતા માટે પૂરી પાડવાનું તેમનુ સપનું છે.

https://divyamudita.com/pankaj-patel/સંકલન : મિત્તલ ભાવસાર
B.Com , PGDCA
Content Writer & Social Worker

Photo Source : Google

Related Posts