જાણ્યું છતાં અજાણ્યું

વિશ્વ નું સૌથી ઊંચું વૃક્ષ જેની ઊંચાઈ 379 ફૂટ છે

કેલિફોર્નિયા ના કિનારે ઓરેગોન સરહદ થી દક્ષિણ માં આ વૃક્ષ છે જે હાયપેરિયન ના નામથી પણ ઓળખાય છે. જે રેડવૂડ નેશનલ પાર્ક માં જમીન થી 379 ફૂટ ઊંચું છે. પ્રકૃતિ શાસ્ત્રી ક્રિશ એટકીન્સ અને માઈકલ ટેલર દ્વારા 25 ઓગસ્ટ 2006 ના રોજ હાયપેરિયન ની શોધ થઈ હતી.તેમાં 18600 ક્યુ.ફૂટ લાકડું હોવાનો અંદાજ છે અને તે 600 થી 700 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ઝાડને નુકશાન થી બચાવવા માટે ચોક્કસ સ્થાન ગુપ્ત રાખવામા આવ્યું છે.

Related Posts