સફળ સાહસિક

એક શિક્ષક કેવી રીતે બન્યા મિલિયોનર -બૈજુ રવિન્દ્રન

બેજુ રવિન્દ્રનનો જન્મ 1980 માં કેરળના અજિકોડ માં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ અજિકોડમાં કર્યું હતું. તેના માતાપિતા શિક્ષકો હતા. પૂર્ણ બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ કન્નુર કેરળ માં જ પૂરું કર્યું. તેને રમતગમતમાં વધુ રસ હતો. તે ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ વગેરે જેવી રમતો રમતો હતો.

બૈજુ રવિન્દ્રનનું ગણિત સારૂ હતું, તેણે મિત્રને મદદ કરી, અને તે 100 ટકા સાથે પાસ થયો.

એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, તેણે મલ્ટી-નેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કર્યું. એકવાર રજાઓ દરમ્યાન, બેંગ્લોર તેના મિત્રના ઘરે ગયો, તેનો મિત્ર CAT માટે તૈયારી કરી રહ્યો હતો, બૈજુ રવિન્દ્રનનું ગણિત સારૂ હતું, તેણે મિત્રને મદદ કરી, અને તે 100 ટકા સાથે પાસ થયો. તેના મિત્રએ બૈજુ રવિન્દ્રને કોચિંગનો વર્ગ શરૂ કરવાની સલાહ આપી. અને તેણે મિત્રના ઘરના ટેરેસ પર કોચિંગનો વર્ગ શરૂ કર્યો. તે એક અઠવાડિયા માટે મફતમાં ક્લાસીસ લેતો હતો, અને જો વિદ્યાર્થીને પસંદ આવે તો જ તે ફી લેતો હતો. તેમની શિક્ષણની યોગ્ય પદ્ધતિ અને મહેનત સાથે, વિદ્યાર્થીઓએ સારા પરિણામ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. અને બૈજુ રવિન્દ્રનનું નામ વધવા માંડ્યું. ક્લાસીસ, જે ટેરેસથી શરૂ થઈ હતી, ત્યારબાદ તે એક મોટા હૉલમાં ફેરવાઈ ગઈ. ટેક્નોલીજી દ્વારા તેમણે 2009 સુધીમાં 45 શહેરોમાં 20,000 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું.

https://divyamudita.com/byju-ravindran/2010 માં, IIM ના કેટલાક વિદ્યાર્થીઓ સાથે  બૈજુ રવિન્દ્રન મિટિંગ કરી પોતાના ક્લાસીસ ને નવા ડોમેન સાથે ક્લાસ લેવાની સલાહ આપી. બૈજુ રવિન્દ્રનને ઓનલાઈન પ્લેટફોર્મ પર જઈ ક્લાસ લેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ “Think & Learn” નામની એક કંપનીની રચના કરી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રીના નિર્માણનું કામ કરતી હતી.

2011 માં, તેમની લોકપ્રિયતા વધી. તેઓએ મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ્સ બનાવવાનું નક્કી કર્યું. જેને “ BYJU’S – The Learning App” નામ આપવામાં આવ્યું હતું. જેમાં દરેક ધોરણ ના દરેક વિષયના વીડિયો બનાવીને શીખવવામાં આવતા હતા. આજની તારીખમાં તેમની એપ્લિકેશન 5.5 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે અને તેમાં 2.5 લાખથી વધુ વાર્ષિક સબ્સ્ક્રિપ્શન્સ છે.

2016 માં, માર્ક ઝુકરબર્ગે તેની કંપનીમાં 50 મિલિયન નું રોકાણ કર્યું. આજે “ BYJU’S – The Learning App” એ ભારતની સૌથી વધુ વિકસતી શૈક્ષણિક એપ્લિકેશન છે. બૈજુ રવિન્દ્રન એ ભારતના સૌથી ઝડપી મિલિયોનર બનનાર ના માં એક છે.

નાના શહેરથી આવતા ટેરેસ પર ભણાવતા શિક્ષકે ઓનલાઈન સિક્ષણ  દ્વારા ભારતની શિક્ષણ પ્રણાલીમાં બદલાવ લાવવાનું કામ કર્યું. તેણે તે સાબિત કર્યું કે જો હિંમત અને મહેનત કરવાની ધગશ મજબૂત હોય તો બધું જ શક્ય છે.

https://divyamudita.com/byju-ravindran/સંકલન : કિંજલ ગુપ્તા રામી
B.Com, BCA , B.Libs
એક્ઝોટિકા સ્કૂલ , સામાજિક કાર્યકર

Related Posts