નિત્ય સમાચાર

કેન્સર ગ્રસ્ત દર્દીઓ ની મદદ માટે મહેસાણા ની તિથી પ્રજાપતિએ મુંડન કરાવી પોતાના વાળ નું દાન કર્યું

સમાજ માં ઘણા પ્રકાર ના દાન કરવામાં આવે છે. જ્યારે 22 વર્ષ ની યુવતી એ સમાજ માં વાળ નું દાન કરીને દરેક યુવાન ભાઈ બહેન માટે એક અનોખુ ઉદાહરણ પૂરું પડ્યું છે. મુળ વગોસણા ના વતની અને મહેસાણા માં રહેતા વેટરનરી ડોકટર પિતા અને શિક્ષિકા માતાની શિક્ષિત યુવતી એ પોતાના સુંદર અને લાંબા વાળ નું દાન કરી કેન્સરગ્રસ્ત મહિલા દર્દીઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. માસ્ટર ડિગ્રી માં ગ્રેજ્યુએશન પૂરું કરી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી તિથી એ સોશિયલ મીડિયા ના માધ્યમ થી જાણી વાળ નું દાન કરી ને પણ સમાજ સેવા થઈ શકે છે તે સાબિત કર્યું છે. જ્યારે તેણે વાળ નું દાન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો ત્યારે 12મુ ધોરણ ભણતા તેના નાના ભાઇએ ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી. પરિવારે પણ શરૂઆત ના સંકોચ પછી તેને મંજૂરી આપી આ અનોખા દાન માં સહભાગી થવાનો નિર્ણય લીધો હતો.તેણે અમદાવાદ માં જઇ મુંડન કરાવ્યુ છે જે વાળ તે સંસ્થા ને કુરિયર દ્વારા મોકલી આપશે.

https://divyamudita.com/tithi-prajapati/સોશિયલ મીડિયા માં વાળ દાન કરી કેંસરગ્રસ્ત મહિલાઓ ની સેવા થઈ શકે છે તે વિષે તેણે જાણ્યું કે તરત જ તેણે તેમ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે વાળ દાન માટે વિસનગર ના તૃપલ પટેલ ની બાલ્ડ બ્યુટી વર્લ્ડ નામની સંસ્થા નો સંપર્ક કર્યો હતો. જે દાન કરેલા વાળ ને મુંબઈ ની “મદદ” સંસ્થા ને મોકલે છે. જે વાળ ની વિગ બનાવી કેન્સરગ્રસ્ત ગરીબ મહિલાઓ માં મફત દાન કરે છે. જે મહિલા દર્દીઓ કેન્સર ના કારણે માથાના વાળ જતાં રહેવાની સમસ્યા ના લીધે સંકોચ અનુભવે છે.

તિથી પ્રજાપતિ ના આટલી નાની ઉમ્મરે સમાજ કલ્યાણ માટે ના આ વિચારે સમગ્ર મહેસાણા શહેર અને ગુજરાત ગૌરવ અનુભવે છે. તે માટે તેની સાથે તેના માતા-પિતા અને ભાઈ પણ અભિનંદન ને પાત્ર છે.

તિથી પ્રજાપતિ એ સમાજ ને સંદેશ આપ્યો છે કે સ્ત્રીઓ ના વાળ એ તેનું ઘરેણું છે પણ કેન્સર ના કારણે તેમના વાળ જતાં રહે છે જેથી તેઓ ખૂબ જ ક્ષોભ અનુભવે છે તો આવા કેન્સર ગ્રસ્ત મહિલાઓ માટે દરેક યુવતીઓ એ આગળ આવવું જોઈએ તેમજ તેમના પરિવારે પણ તેમને સહયોગ કરવો જોઈએ. સમાજ માં આ અંગે જાગૃતિ આવે તે માટે ખુલ્લા માથે ફરવાનો પણ નિર્ણય કર્યો છે જે ખૂબ જ સરાહનીય છે. તિથી અને તેના વિચારો ને ખૂબ ખૂબ અભિનંદન.

“ જરૂરી તો નથી બધુ જ દાન ત્યાં જ આપીએ જ્યાં ભગવાન અમીર હોય
થોડુ દાન તો ત્યાં પણ આપવું જોઈએ  જ્યાં ખરેખર એની જરૂર હોય”

સંકલન : મિત્તલ ભાવસાર

Related Posts