લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી
લાકડાના ભૂકાની મદદથી ધોરણ નવ ભણેલા યુવાને ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી. આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ ઘડિયાળમાં તારીખ મહિના અને વર્ષ બતાવે છે. લાકડાના વેસ્ટિજ માંથી ભૂકાને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કર્યો છે. લાકડાના અલગ અલગ પાર્ટ્સમાંથી એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે. જેને જોઈને તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની કલાકારી અને ડિઝાઇન આશ્ચર્યજનક છે. ખુબ જ સરસ છે. ખૂબ જ કલાકારીથી ડિઝાઇન બનાવી છે. પરંતુ તેનાથી મોટું આશ્ચર્ય આ ઘડિયાળ સુરતમાં રહેતા ધોરણ નવ સુધી ભણેલા આર્ટિસ્ટે બનાવી છે. મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા ધોરણ નવ સુધીના અભ્યાસ કરનાર પરેશ પટેલ એ એક પેઇન્ટર છે. તેમની પેઇન્ટિંગ જેવી કળાની કદર અને ડિમાન્ડઓછી થવા લાગી હતી જેથી ટેકનોલોજી મદદ થી એક યુનિક આર્ટ તૈયાર કરવાનું વિચાર્યું. અને તે વિચારમાંથી લાકડાના વેસ્ટના ભૂકાના મદદથી એક ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ તૈયાર કરી. ફેંકી દેવામાં આવેલા લાકડાના વેસ્ટને રિસાયકલ કરીને તેને લાકડામાં પરિવર્તિત કરીને ઘડિયાળ બનાવવામાં આવી છે. પરેશ પટેલે કહ્યું કે આ ડિઝાઇન બનાવવામા મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળની ડિઝાઇન માટે વિચાર કરવો ખૂબ જ મુશ્કેલ હતું. વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઈન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને ખૂબ જ લોકોને પસંદ આવે, લોકો આ ડિઝાઇન જોઈને ખુબ જ ખુશ થઈ જાય, ખૂબ જ આશ્ચર્યજનક થઈ જાય, આ ઘડિયાળ મિકેનિકલ ડિઝાઇન લાગશે આ ઘડિયાળમાં 250 પાર્ટ્સ જોડીને તૈયાર કરી છે. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે પરંતુ તેને એસેમ્બલ કરવી એટલી જ જટીલ છે. 10 , 50 કે 100 નહીં પરંતુ અઢીસો જેટલા પાર્ટ્સને જોડવામાં આવ્યા છે ત્યારે આ ઘડિયાળ તૈયાર થઈ છે. એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી પણ આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ નવ સુધી ભણેલા એક વ્યક્તિ દ્વારા આ જટીલ ઘડિયાળ ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે.
સંકલન : Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation