નિત્ય સમાચાર

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડ્યા

કિચન ગાર્ડનિગ દ્વારા ઘરે શાકભાજી ફળો ઉગાડી શકાય. રાણીપ વિસ્તારમાં રહેતા સુધાબેન છેલ્લા છ વર્ષથી ઘરના ધાબા ઉપર દુધી, કારેલા, ગલકા, લીંબુ, રીંગણ, ટામેટા, ચીકુ વગેરે શાકભાજી તેમજ ચીકુ, જામફળ સહિત કેટલાક ફળ ઉગાડી રહ્યા છે. તેઓ ટીવી પર આવતા કૃષિને લગતા કાર્યક્રમો જોઈ જાતે કિચન ગાર્ડનિંગ શીખ્યા છે. ઘરમાં જ વાવેતર કરાતું હોવાથી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ તેમને બહારથી શાકભાજી લાવવા પડતા નથી. તેઓ આસપાસના ગામડા અને વિવિધ રાજ્યોમાંથી શાકભાજી તથા ફળના બીજ મંગાવે છે. છોડને માવજત અંગે તેઓ જણાવે છે કે કેમિકલ યુક્ત જંતુનાશક દવા ના બદલે તે હળદર, હિંગ વગેરે ઘરેલુ સામગ્રીથી દવા બનાવી તેનો છંટકાવ કરે છે. જ્યારે છોડને પોષણ આપવા તેઓ કિચન વેસ્ટ અને ગાયના છાણમાંથી બનાવેલા ખાતરનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતરથી ઉગાડેલા ફળ શાકભાજીમાં સ્વાદ ક્યાં હોય છે? તેથી હવે ઘરે ઘરે વડીલો અને બાળકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. સુરક્ષિત ખોરાક આરોગવા માટે આ પદ્ધતિ અપનાવી લોકો બાલ્કનીમાં કિચન ગાર્ડનિંગ કરી અને ઘરે ઉગાડેલા તાજા શાકભાજી અને ફળોનું સેવન કરે છે. ભૂતકાળમાં ગામડામાં વપરાશ પ્રમાણે ઘર પાસે શાકભાજી ઉગાડવાનું ચલન આજે શહેરોમાં કિચન ગાર્ડનિંગ નામથી ઓળખાય છે. આજે ફ્લેટમાં, ટેરેસ પર, ઘર આંગણે ગાર્ડનિંગ કરીને અન્યોને પ્રોત્સાહિત કરે છે. તેઓ નાના પાયે ફળ ફૂલ ઉગાડીને નવતર પ્રયાસ કરતા રહે છે . અન્ય શહેરોમાં પણ પરિવારનું આરોગ્ય સાચવવા ગૃહિણીઓ ઘરની બાલ્કનીમા અનેક પ્રકારની શાકભાજી અને ફળો એનું વાવેતર કરે છે.

Writer : Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

Related Posts