નવરાત્રી પર્વ
નવરાત્રી એ” માં આધ્યશક્તિ અંબેમાને રીઝવવાનો પર્વ છે. નવરાત્રીમાં ગરબા, પૂજા, ઉપવાસ, પ્રાર્થના, ગરબી વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે. નવરાત્રીની શરૂઆત આસો સુદ એકમ (પડવો)થી થાય છે અને તેનો અંત આસો સુદ નોમ આવે છે. નવરાત્રીએ શક્તિ, ભક્તિ અને મસ્તીનો પર્વ છે. નવરાત્રી એ ૯ રાત અને ૧૦ દિવસની હોય છે.આ દરમિયાન ૧૦દિવસ સુધી માં આદ્યશક્તિની પૂજા, આરતી, પ્રાર્થના, કરવામાં આવે છે. નવરાત્રીનો મહિમાએ માં આધ્યશક્તિ અને મહિષાસુર નામના રાક્ષસ પર આધારિત છે. મહિષાસુર નામનો રાક્ષસ સ્વર્ગ લોકમાં રાજ કરવા લાગ્યો હતો અને આ ત્રાસથી સ્વર્ગના દેવતાઓ કંટાળી ગયા હતા. આથી દેવતાઓએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી.શિવજીએ દેવતાઓને આધશકિત અંબેમાને રીઝવવાનુ કહ્યું અને દેવી-દેવતઓએ માં આધ્યશક્તિને પ્રાર્થના કરીને રિજવવ્યા. માં આધ્યશક્તિ અને મહિષાસુર નામના રાક્ષસ વચ્ચે નવ રાત્રિ સુધી યુદ્ધ ચાલ્યું અને દશમા દિવસે મહિષાસુરનો વધ થયો અને આ ખુશીમા બધા દેવી -દેવતાઓ અને ત્રણેય લોકોએ આ ઉત્સવ મનાવ્યો હતો તેથી આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.નવરાત્રી સાથે એક બીજી પણ દંતકથા જોડાયેલી છે. આ દંતકથા ભગવાન રામ અને રાવણ વચ્ચેની છે. ભગવાન રામ અને રાવણ વચ્ચે પણ નવ દિવસનુ યુદ્ધ ચાલ્યું હતું. અને દશમા દિવસે રાવણ નો વધ થયો હતો. આથી જ અત્યારે દશેરા ઊજવવામાં આવે છે.
આમ,આજે પણ આ પરંપરાને લોકો જાળવી રાખે છે. વિજયાદશમીના દિવસે લોકો રાવણનું પૂતળું બનાવીને તેને સળગાવે છે. આજે પણ એટલા જ હષૌઉલ્લાસ સાથે માં આદ્યશક્તિની આરાધના કરીએ છીએ અને આ નવરાત્રીમાં લોકો ઉપવાસ પણ કરે છે. ખુબજ આનંદથી આ નવરાત્રિનીના પર્વને ઉજવે છે.ખુબજ ભાવ સાથે માતાજીના ગરબા પણ રમવામાં આવે છે અને માતાજી ની આરાધના અને શક્તિ પ્રાપ્ત કરે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમનુ મહત્વ વધારે હોય છે. ઘણા ગામડાઓમાં આઠમનુ નૈવેધ પણ હોય છે. પહેલાંના સમયમાં નવરાત્રી શેરીઓમાં ,ચાચર ચોકમા ખુબજ ઉલ્લાસથી થતી હતી. ધીરે-ધીરે આધુનિક ટેકનોલોજીના કારણે શેરીઓનુ સ્થાન હવે મોટા મોટા પાર્ટીપ્લોટે લઇ લીધું છે. પહેલાના સમયમાં નવરાત્રીમાં ફક્ત માતાજીના ગરબા ગવાતા ,પરંતુ હવે,ડી.જે. સીસ્ટમ આવી ગઈ છે, એટલે હવે એ લુપ્ત થઈ ગઈ છે. ખરેખર, નવરાત્રીનો પર્વ એ આપણાં જીવનમાં ખુશી અને ઉલ્લાસ લાવે છે. ગરબા રમવાથી આપણાં શરીરને કસરત પણ મળી રહે છે. આમ,નવરાત્રીનો તહેવાર નાના -મોટા સૌ હર્ષોઉલ્લાસથી ઉજવે છે.
Writer : Aarti Prajapati || Teacher