નિત્ય સમાચાર

અમેરિકા માં સ્પેલિંગ Bee ની સ્પર્ધામાં ભારત નું ગૌરવ

અમેરિકા માં આઠ મી જુલાઇ એ યોજાનારી Scripps National spelling Bee સ્પર્ધા ની ફાઇનલ માટે 11 ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારતીય મૂળ ના નવ સ્પર્ધકો છે . ઉલ્લેખનીય છે કે 1999 થી આ સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 26 ભારતીય અમેરિકન ચેમ્પિયન બન્યા છે.આ સ્પર્ધા ને વિશ્વ ની સૌથી મુશ્કેલ સ્પર્ધા માનવામાં આવે છે.

સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ સ્પર્ધા માં અંગ્રેજી ના મુશ્કેલ અને જટિલ શબ્દો જોડણી માટે કહેવામા આવે છે જેમાં બે થી અઢી મિનિટ નો સમય આપવામાં આવે છે. ખોટો જવાબ આપનાર સ્પર્ધા માં થી બહાર નીકળી જાય છે.

અમેરિકા માં વસતા ભારતીય લોકો દેશ નું સન્માન વધારી રહ્યા છે. દર વર્ષે યોજાતી આ સ્પર્ધા 2020 માં કોરોના ને કારણે સ્થગિત રાખવામા આવી હતી .વર્ષ 2008 થી સતત આ સ્પર્ધા પર ભારતીય અમેરિકન બાળકો વિજેતા બની રહ્યા છે. જેમાં વર્ષ 2017 માં અનન્યા વિનએ અને વર્ષ 2018 માં કાર્તિક નેમ્માનિ આ સ્પર્ધા જીતી હતી. 2019 માં 8 ચેમ્પિયન બન્યા હતા જેમાંથી 7 ભારતીય હતા. 2021 ની ફાઇનલ 11 સ્પર્ધકો વચ્ચે યોજાશે. જેમાં ભારતીય બાળકો વિજેતા બનશે તેવી અપેક્ષા રખાઇ રહી છે.

 

પ્રતિકાત્મક ફોટો સોર્સ : ગુગલ 

Related Posts