નિત્ય સમાચાર

ટોક્યો ઓલમ્પિક ની વિમેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પી.વી.સિંધુ.

પુસરલા વેંકટા સિંધુ ( જન્મ 5 જુલાઇ 1995)તેણે તાજેતર માં ટોક્યો ઓલમ્પિક ની વિમેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશ નું ગૌરવ વધાર્યું છે. તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ સહિત BWF સર્કિટ માં મેડલ જીત્યા છે, તે બેડમિન્ટન માં વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય છે. તેને તે ઉપરાંત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને ભારતના ચોથા પ્રકાર ના અને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી તેમજ જાન્યુઆરી 2020 માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભુષણ થી પણ સન્માનીત કરવામાં આવી છે.

તે જ્યારે 8 વર્ષ ની હતી ત્યારથી જ બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. તેની દરેક સિધ્ધી પાછળ નું એક માત્ર કારણ તેની મહેનત અને પ્રતિબધ્ધતા છે. તે પોતાના ઘર થી 56 કિલોમીટર અંતર કાપી ને દરરોજ કોચિંગ કેમ્પ માં સમયસર રિપોર્ટ કરતી, તેના ગુરુ કોચ ગોપીચંદ તેના વિષે જણાવતા કહે છે કે તેનું વલણ અને બેડમિન્ટન પ્રત્યે ની ભાવના તેની શ્રેષ્ઠ રમત નું મુખ્ય પાસું છે.

https://divyamudita.com/pv-sindhu/આતો હતી પી.વી.સિંધુ ની વાત., આપણા નાના ભૂલકાઓ જે આવતીકાલ નું દેશ નું ભવિષ્ય છે, તેઓ પણ પી.વી.સિંધુ, સાઇના નેહવાલ, સાનિયા મિર્ઝા, મેરી કોમ, તરુણ દીપરાય જેવા sport ચેમ્પિયન બની શકે છે. આપણા દેશ ના ઋષિમુનિઓ દ્વારા ધ્યાન અને યોગ ની ભેટ આપવામાં આવી છે જેણે પૂરી દુનિયા માં આજે બધાએ સ્વીકાર્યું છે તે આપણા ભારત દેશ નો દરેક બાળક કરે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ, રમત ગમત માં આપણા બાળકો ભાગ લે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. રમત ગમત બહુ જ બધુ શીખવે છે. એકાગ્રતા, Eye coordination, સ્નાયુઓ મજબૂત બને છે, સૌથી અગત્યનું નાની નાની વાત માં હારી જતાં ગુસ્સે થઈ જતા બાળકો માટે કોઈ પણ રમતો માં હારી ને જીતવા માટે ની માનસિક સજ્જતા કેળવાય છે. બાળકો ને sports માટે તૈયાર કરવા માટે તેમને કોઈપણ રમત નક્કી કરવા માટે સમય આપો જેમાં તેમને આનંદ આવે. બાળકો ને sport match બતાવો તે ઉપરાંત નજીક ના સ્પોર્ટ્સ સેન્ટર માં સ્પોર્ટ્સ રમતા બાળકો ની ગેમ્સ બતાવવી જોઈએ.ચક દે ઈન્ડિયા, દંગલ, સાઇના, એમ.એસ.ધોની., સુલ્તાન અને મેરી કોમ જેવી સ્પોર્ટ્સ ફિલ્મ બતાવવી જોઈએ.

માતા પિતા એ તેમનો સમય બાળક ના ઘડતર માટે સાથે રમતો રમી ને ફાળવવો જોઈએ. તેમના નાના નાના પ્રયત્નો ને વખાણવા જોઈએ. તે અગત્ય નું નથી કે તે કેવું રમે છે કે દરેક વખતે જીતે છે. ભણતર તો અગત્ય નું છે જ પરંતુ રમત ગમત, બહાર નું કુદરતી વાતાવરણ અને બાળક માટે ટેક્નોલૉજી ઉપકરણો છોડી ને ખુલ્લુ આકાશ અને મોકળા મેદાન સાથે તેના ભવિષ્ય નું ઘડતર કરવું એટલું જ જરૂરી છે.

“મેરે દેશ કી જિમ્મેવારી નહીં હૈ કી વો મુઝે આગે બઢાએ’
યે મેરી જિમ્મેવારી હૈ કી મૈ મેરે દેશ કો આગે બઢાઉ”

-મેજર ધ્યાનચંદ

સંકલન : મિત્તલ ભાવસાર

Related Posts