પર્યુષણ પર્વે પૂ.આચાર્ય શ્રી જયસુંદર સુરીશ્વરજી મ.સા એ માતા પિતા અને બાળકો ની સ્થિતિ વિષે પ્રકાશ પાડ્યો
ઉપનગર જૈન સંઘ મહેસાણા માં પર્યુષણ પર્વ પ્રથમ દિવસે પ્રવચન કાર પૂ.આચાર્ય શ્રી જયસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે માતા પિતા અને બાળકો ની સ્થિતિ વિષે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આજ ના લેખકો અને સલાહકારો માં-બાપ ને પોતાના સંતાન ને મન ફાવે તેમ વર્તવા દેવા અને જરૂર પડે ત્યારે મીઠો ઠપકો આપવાનું કહી રહ્યા છે જે આજ ની અને આવનારી પેઢી માટે ખૂબ ચિંતા નો વિષય છે. આજ નું બાળકો મોબાઈલ માં ગેમ રમવામાં ખૂબ જ રસ દાખવતાં હોય છે જ્યારે કોઈ માં-બાપ મોબાઈલ લઈ લે તો તે તોફાન કરી ને ઉધ્ધત વર્તન કરતાં હોય છે ઘણા બાળકો આપઘાત ની ધમકી પણ આપતા હોય છે તેથી માં-બાપે ના છૂટકે તેમની દરેક માગણી ને સંતોષવી પડે છે.
વાલીઓ આજના સલાહકારો નું માને તો બાળક તેમના હાથમાથી નીકળી જાય છે અને ખોટી સંગતે ચડી જાય છે અને કડક થઈ કઈ કેહવા જાય તો આપઘાત ની ધમકીઓ મળે છે
અમુક લેખકો તો યુવાનો માં વ્હાલા થવા માટે માં-બાપ ને એવી સલાહ આપે છે કે તેમણે વારંવાર ટોકવાના નહીં , ભણવા માટે દબાણ કરવું નહિ , મિત્રો સાથે મોડી રાત સુધી બેસી રહે તેને કઈ કહવું નહીં અનેઆપશો પરીક્ષા ના રિઝલ્ટ વિષે કઈ પણ પૂછવું નહીં. તેમનું કહવું છે કે તમારા સંતાનો ને લાગણી વશ થઈ ને બધી માગણીઓ સંતોષશો નહીં તેનું ધ્યાન રાખો, તેના પર નિયંત્રણ રાખો , મોબાઈલ નો દુરુપયોગ થતો હોય તો તેને વધુ છૂટછાટ આપશો નહીં.
પૂ.આચાર્યશ્રી નું કેહવું છે કે આજ ના માતા-પિતાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે . તેઓ બાળક ને કઈ કહી શકતા નથી અને અને કઈ કેહવા જાય તો બાળકો ધમકી આપી પોતાનું ધાર્યું કરે છે અંતે, વાલીઓ આજના સલાહકારો નું માને તો બાળક તેમના હાથમાથી નીકળી જાય છે અને ખોટી સંગતે ચડી જાય છે અને કડક થઈ કઈ કેહવા જાય તો આપઘાત ની ધમકીઓ મળે છે, આમાં વાલીઓ બિચારા શું કરે.
સંકલન : દિવ્યા મુદિતા ટીમ, ફોટો સોર્સ : ગુગલ