લેખાનુભુતિ

સ્ત્રીની અપેક્ષા

સ્ત્રી સામાન્ય હોય કે ધનિક હોય , સ્ત્રીને ક્યારેય કોઈ ગિફ્ટની જરૂર હોતી નથી , સ્ત્રીને વસ્તુ નથી જોઈતી , બસ સ્ત્રીને બે મીઠા બોલ , બે મીઠા શબ્દો , બસ તેના કામની થોડી કદર જોઈએ છે. સ્ત્રીને માનથી બોલાવો તે તમારા પરિવારને સાચવવામાં ક્યારેય થાકતી નથી. નોકરી કરે છે, ઘર સંભાળે છે, સ્ત્રીને બધીજ જવાબદારી હોય છે. પરંતુ તે ક્યારેય થાક અનુભવતી નથી કોઈપણ આફત આવશે તે હારશે નહીં, તે ગમે તેવી પરિસ્થિતીનો સામનો કરશે અને તમારા પરિવારને ટકાવી રાખશે. તમારા પરિવારની કાળજી લેશે. બસ તેને કોઇની સામે બિચારી કે લાચાર ના ગણશો. સ્ત્રી ક્યારેય કમજોર હોતી નથી. હિમ્મત હારતી નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે તે દિવસના કેટલા કલાક કામ કરે છે? મારા બાળકો, મારા પતિ અને મારો પરિવાર કરીને સતત કામમાં વ્યસ્ત રહે છે. તેના દરેક કામની કોઈ કિમ્મત કરી છે? તે દિવસમાં કેટલા કલાક કામ કરે છે તેનો ખ્યાલ છે?

https://divyamudita.com/womans-expectation/સ્ત્રીનું દિમાગતો નીંદરમાં પણ ચાલતું હોય છે કે કાલે મારે શું કરવાનું છે? તેનું લિસ્ટ સૂતા સૂતા પણ બનાવતી હોય છે, તે સતત વિચારતી જ હોય છે. દરેક કામ કરવાની તેની ક્ષમતા તમે નિહાળી હશે. તેના બદલામાં તેની શું અપેક્ષા હોય છે? “ યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તંત્ર દેવ” – જ્યાં સ્ત્રીઓનુ માન સન્માન હોતું નથી ત્યાં દેવતા પણ હાજર રહેતા નથી. “ યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તંત્ર દેવ” બસ થોડી તેની કદર થાય, તેની ભાવના સમજી શકો, તમે તેને માન સન્માન આપો, પ્રેમથી બોલાવો બસ આ જ સ્ત્રીને અપેક્ષા હોય છે.

https://divyamudita.com/womans-expectation/

Writer : Sapna Joshi || Teacher
Volunteer : Sadguru Foundation

Related Posts