ટોક્યો પેરાઓલમ્પિક માં નોઇડા ના ડીએમ સુહાસ દેશ નું નેતૃત્વ કરશે
વર્લ્ડ ફેડરેશન દ્વારા ટોક્યો પેરાઓલમ્પિક માં નોઇડા ના ડીએમ સુહાસ એલ યતિરાજ ને ભારત દેશ નું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. 2007 ની બેચ ના સુહાસ હાલ નોઇડા ના ગૌતમ બુધ્ધ નગર ના ડીએમ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગયા માર્ચ દરમિયાન કોરોના સમય ગાળા માં જિલ્લા માં ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરીને ઘણા મોટા નિર્ણયો લીધા હતા.
ટોક્યો ઓલમ્પિક ના સમાપન પછી તરત જ જાપાન ની રાજધાની ટોક્યો માં પેરા ઓલમ્પિક યોજવાનો છે. જેમાં બીડબલ્યુએફ મુખ્યત્વે વિશ્વ રેટિંગ અને પ્રતિભા ના આધારે પસંદ કરતું હોય છે જેમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા સુહાસ ની પસંદગી કરવામાં આવી છે. સુહાસે 2018 માં એસિયાન ગેમ્સ માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જાપાન માં 2017 માં તે રનર આપ રહ્યા હતા. જાકાર્તા માં 2017 માં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમ ના તે સભ્ય હતા. જ્યારે ડબલ્સ એસએલ-4 કેટેગરી માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પેરા શટલર સુહાસ ને પુરુષ સિંગલ્સ એસએલ-4 માં ક્વોટા આપવામાં આવ્યો છે. તે વિશ્વ ના નંબર 1 ખેલાડી પ્રમોદ ભગત ની આગેવાની માં ટીમ સાથે જોડાશે.
Photo Source – Google