ભારત દેશના આ ગામમાં અન્નનો બગાડ કરવા પર દંડ વસૂલવામાં આવે છે
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખોરાકનો બિન જરૂરી બગાડ સામાન્ય થઈ ગયો છે. ભારત દેશમાં અન્નને દેવતા ગણવામાં આવે છે તેમ છતાં આજની પેઢી તેનો દુરુપયોગ કરી રહી છે.પરંતુ છત્તીસગઢમાં આજે પણ એવું ગામ છે જે આપણી વર્ષો જૂની સંસ્કૃતિને આગળ વધારી રહી છે. છત્તીસગઢના લંકા ગામમાં આજે પણ અન્નની પુજા કરવામાં આવે છે અને આ પરંપરા વર્ષો પહેલા ગામના વડીલો એ શરૂ કરેલ છે. દરેક પરિવાર જરૂરિયાત પૂરતું જ ભોજન બનાવે છે અને અન્ન બચી જાય તો જરૂરિયાત મંદ લોકોને અથવા જાનવરોને વહેંચી દેવામાં આવે છે.
પરીવાર તેમજ પશુ-પક્ષીઓને ધ્યાનમાં રાખીને જમવાનું બનાવવામાં આવે છે. તેથી અનાજનો કોઈ જ બગાડ થતો નથી.
જમવાનું બનાવતા પહેલા પરિવારના દરેકને કોણ કેટલું ખાશે તે પૂછી લેવાની પરંપરા છે અને પરીવાર તેમજ પશુ-પક્ષીઓને ધ્યાન માં રાખી ને જમવાનું બનાવવામાં આવે છે.તેથી લંકા ગામમાં અનાજનો કોઈ જ બગાડ થતો નથી.ગામ માં બધા જ પ્રકૃતિ પ્રેમી છે. અન્નના બગાડ કરવા પર દંડ કરવામાં આવે છે, જે અનાજનો બગાડ કરે તેને એક ટંકનું જમવાનું બનાવવાનું નહીં અને ભગવાન પાસે માફી માગવાની હોય છે. જોકે ઘણા વર્ષોથી દંડની નોબત આવી નથી. લંકા ગામમાં અનાજનો બગાડ ના કરનારને સન્માનની નજરે જોવામાં આવે છે. તો સંસ્કૃતિ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી ગામ અને ગામ વાસીઓને સો સો સલામ…