નિત્ય સમાચાર

વિશ્વ સાયકલ દિવસ

દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે.માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વીથી મંગળ સુધીની
જાણ્યું છતાં અજાણ્યું નિત્ય સમાચાર

સ્ટીલમૅન ઑફ ઇન્ડિયા જમશેદજી ઇરાની (1936-2022)

2-6-1936ના દિવસે જન્મેલા જમશેદજીજી ઇરાની ધાતુશાસ્ત્રના નિષ્ણાત ઉદ્યોગપતિ હતા. તેઓ પહેલાં બ્રિટિશ આર્યન એન્ડ સ્ટીલ એસોસિએશન સાથે જોડાયા હતા. ત્યારબાદ ટાટા સ્ટીલ કંપનીમાં જોડાઈ ડાયરેક્ટર બન્યા હતા. ટાટા સ્ટીલ સાથે તેઓ 43 વર્ષ સુધી જોડાયેલા રહ્યા હતા. ધાતુશાસ્ત્રમાં ઇજનેરી સ્નાતક- અનુસ્નાતકના અભ્યાસ પછી તેઓ ઇંગ્લેન્ડ પીએચડી કરવા જઈ ત્યાંની બ્રિટિશ આર્યન એન્ડ સ્ટીલ કંપનીમાં
નિત્ય સમાચાર

જાજરમાન અભિનેત્રી નરગીસ (1929-1981)

ફાતિમા રાશીદના નામે 1-6-1929ના દિવસે જન્મેલા નરગીસ બોલીવૂડની મહાનતમ અભિનેત્રીઓમાંનાં એક હતાં. 6 વર્ષની ઉમરે તલાશે હક ફિલ્મથી શરૂ થયેલી ૩ દાયકાની તેમની ફિલ્મી સફરમાં તેમણે કંઈ કેટલીયે ચિરંજીવ ફિલ્મો આપી છે. તેમની ભૂમિકાઓ મોટેભાગે સ્વતંત્ર અને સોફેસ્ટિકેટેડ સ્ત્રીની રહી છે. કોમેડીથી માંડી નરગીસ સાહિત્યિક કૃતિઓમાં તેમનો અભિનય હંમેશ બળક્ટ રહ્યો હતો જેણે તેમને ઘણાં […]
લેખાનુભુતિ

મન અને ઇન્દ્રિયોની ગુલામીથી બચો

મન અને ઇન્દ્રિયોની ગુલામીથી બચો. સુખ અને આનંદની વચ્ચેના અંતરને સમજો આપણું મન સ્થિર હોતું નથી. મન અનેક વિચારોમાં હોય છે. સુખ ક્ષણીક અનુભૂતિ છે. જે બહારની વસ્તુઓનો આનંદ લેવા માટે પેદા થાય છે. મનુષ્ય જીવન કોઈ આઈસ્ક્રીમ નથી જે એકવાર આનંદ માટે ઉપયોગ કરીને સમાપ્ત કરી દેવામાં આવે. રાવણ એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે ઓળખવામાં […]
લેખાનુભુતિ

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો પ્રેરક પત્ર

સરળ વસ્તુઓ જ સૌથી વધુ ખુશી આપે છે.નારાયણ મૂર્તિનો આપત્ર આપણને સાદાઈ અને સંયમની પ્રેરણા આપે છે.ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ આ ચર્ચિત પત્ર પોતાની પુત્રીને લખ્યો હતો. વાંચો કેટલાક અંશઃ અક્ષતા, મને કાયમ પુછવામાં આવે છે કે, મેં મારા બાળકોને કયા મૂલ્યો શીખવાડ્યા છે? સાચું કહું તો આ જવાબદારી મારા બદલે તારી મમ્મીએ વધુ નિભાવી […]
નિત્ય સમાચાર

વિનાયક સાવરકર સ્વતંત્રતા આંદોલનના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા

વીર સાવરકર એ ફક્ત વિશેષ નામ નથી પણ એક વિચાર છે – એક સ્પંદન છે. વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભાગુરમાં થયો હતો. હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ) […]
લેખાનુભુતિ

મંદિર એ ATM નથી

પ્રાતઃકાળે પાંચ માણસો મંદિરે પહોંચે છે. એમણે જિંદગી અને ભગવાન પાસે ખાસ પ્રકારની માગણીઓ મૂકવી છે એટલે અધીરા છે પણ હજી મંદિરનાં દ્વાર ખુલ્યાં નથી. પેલા પાંચે જણ કાં તો પુજારી પર પણ ગુસ્સો કરે છે કાં તો ભગવાન પર ! આખી દુનિયાને નિયમ શીખવનારો પોતે નિયમ ન પાળે એમ કેમ ચાલે ? વાયુ જેના […]
નિત્ય સમાચાર

આજનો ઈતિહાસ : સોનમ નોરબુ (1909-1980) (ધ સેવિયર ઑફ લદ્દાખ)

1947માં ભારતના વિભાજન પછી તુરંત છળકપટથી આદિવાસીઓના વેશમાં આવેલા પાકિસ્તાની લશ્કરે કારગિલ, સ્કાર્દુ અને લદ્દાખ- કોનકુ વિસ્તારમાં કબજો કરી 1947માં કશ્મીર પર કબજો જમાવવાની વ્યૂહરચના રચી હતી. એ સમયે 33 ભારતીય સૈનિકોની એક પ્લાટુન પણ બેઝકેમ્પ પર પરત થઇ હતી. રેઢાં કશ્મી૨ને હડપવા પાકિસ્તાનીઓ આગેકૂચ કરતા હતા તેમને રોકવા તત્કાલ લેહમાં હવાઈ રસ્તે ભારતીય સૈનિકો […]
લેખાનુભુતિ

રાધા: ભક્તિ, પ્રેમ અને દિવ્યતાનું પ્રતિક

પૌરાણિક કથાઓ અને લોકવાયકાઓમાં રાધા અજોડ મહત્વ અને ભક્તિનું સ્થાન ધરાવે છે. રાધાને ભગવાન વિષ્ણુના સર્વોચ્ચ અવતાર ભગવાન કૃષ્ણની શાશ્વત અને દૈવી પત્ની તરીકે ગણવામાં આવે છે. કૃષ્ણ માટે રાધાના પ્રેમને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને તેમનું જીવન સદીઓથી લાખો લોકોના હૃદયને મોહિત કરી રહ્યું છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બરસાના નામના નાના ગામમાં […]
નિત્ય સમાચાર

USA માં જગત્ માતા માં ઉમિયાનાં ભવ્ય ત્રણ મંદિરો નિર્માણ પામશે

કડવા પાટીદારોની કુળદેવી શ્રી માં ઉમિયા આદ્યશક્તિ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. દેશ-વિદેશમાં માં ઉમિયાના ઉપાસકો અસંખ્ય છે. ભારતમાં માતા ઉમિયાના અનેક મંદિરોમાં આદ્યશક્તિની પૂજા-ઉપાસના થાય છે. ઉમિયા ધામના ટ્રસ્ટ અંતર્ગત ઘણાં બધાં સમાજ ઉપયોગી તથા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. એવાં જ એક વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટની મદદથી યુએસએના ત્રણ રાજ્યમાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ […]
Load More