ફાતિમા રાશીદના નામે 1-6-1929ના દિવસે જન્મેલા નરગીસ બોલીવૂડની મહાનતમ અભિનેત્રીઓમાંનાં એક હતાં. 6 વર્ષની ઉમરે તલાશે હક ફિલ્મથી શરૂ થયેલી ૩ દાયકાની તેમની ફિલ્મી સફરમાં તેમણે કંઈ કેટલીયે ચિરંજીવ ફિલ્મો આપી છે. તેમની ભૂમિકાઓ મોટેભાગે સ્વતંત્ર અને સોફેસ્ટિકેટેડ સ્ત્રીની રહી છે. કોમેડીથી માંડી નરગીસ
વીર સાવરકર એ ફક્ત વિશેષ નામ નથી પણ એક વિચાર છે – એક સ્પંદન છે. વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભાગુરમાં થયો હતો. હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ) […]
1947માં ભારતના વિભાજન પછી તુરંત છળકપટથી આદિવાસીઓના વેશમાં આવેલા પાકિસ્તાની લશ્કરે કારગિલ, સ્કાર્દુ અને લદ્દાખ- કોનકુ વિસ્તારમાં કબજો કરી 1947માં કશ્મીર પર કબજો જમાવવાની વ્યૂહરચના રચી હતી. એ સમયે 33 ભારતીય સૈનિકોની એક પ્લાટુન પણ બેઝકેમ્પ પર પરત થઇ હતી. રેઢાં કશ્મી૨ને હડપવા પાકિસ્તાનીઓ આગેકૂચ કરતા હતા તેમને રોકવા તત્કાલ લેહમાં હવાઈ રસ્તે ભારતીય સૈનિકો […]
કડવા પાટીદારોની કુળદેવી શ્રી માં ઉમિયા આદ્યશક્તિ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. દેશ-વિદેશમાં માં ઉમિયાના ઉપાસકો અસંખ્ય છે. ભારતમાં માતા ઉમિયાના અનેક મંદિરોમાં આદ્યશક્તિની પૂજા-ઉપાસના થાય છે. ઉમિયા ધામના ટ્રસ્ટ અંતર્ગત ઘણાં બધાં સમાજ ઉપયોગી તથા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. એવાં જ એક વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટની મદદથી યુએસએના ત્રણ રાજ્યમાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ […]
ભાષા ઉપરાંત નૃત્ય સહિતની સંસ્કૃતિ જીવંત રાખવા સમર એક્ટિવિટીના માધ્યમથી પોતાના વિવિધ રીતે રિવાજો નવી પેઢીને શીખવાનો પ્રયાસ. સમર કેમ્પ ઉનાળુ વેકેશનમાં હોય છે. આજ સુધી આપણે જોયું છે કે સમર કેમ્પમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવે છે. સમર કેમ્પમાં વિવિધ એક્ટિવિટી દ્વારા નાના બાળકોથી માંડીને યુવાઓ ક્રિએટિવ પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં મરાઠી, બંગાળી, […]
મેઢાસણના ગ્રામજનો પક્ષીઓ માટે રોજનું 70 કિલો થી વધારે ચણ નાખે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પૈસા માટે ભાગી રહ્યા છે. સમાજમાં પોતાના જ ઘરના સભ્યો માટે તેમના રોટલા માટે ભટકતા હોય છે. મહેનત મજૂરી કરે છે. ત્યારે મોડાસાના મેઢાસણ ગ્રામજનો દ્વારા પોતાના માટે તો ઠીક પરંતુ મૂંગા પક્ષીઓની પણ તે વધારે ચિંતા કરે […]
ભારત નવા નવા ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ ચડી રહ્યું છે. વિવિધ જુના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ વિશ્વમાં કાયમ કરી રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત-ગમત, કલા ઉપરાંત, આત્મનિર્ભરતા વગેરે જેવાં ક્ષેત્રોમાં ભારત નવા નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. એવામાં તાજેતરમાં ભારતે વધુ એક નવી સફળતા હાંસલ કરી છે. હાલમાં ભારતે રસ્તા નિર્માણ કાર્યમાં […]
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. દુનિયાભરમાંથી શિવભક્તો મહાદેવનાં દર્શને આવે છે. ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે આવેલ આ મંદિરનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. આવા પવિત્ર તીર્થધામની પ્રસાદનો લાભ મહેસાણા જિલ્લાના સાત વૃદ્ધાશ્રમોમાં રહેતા વાનપ્રસ્થિઓને પણ પ્રાપ્ત થયો છે. મહેસાણા જિલ્લા નિવાસી કલેકટર
આજનું આખું બજાર બાળકોના રમકડાના આધાર પર સર્જાઈ રહ્યું છે. મોટી મોટી કંપનીઓ બાળકોને લગતા ઉત્પાદન ઉપર ફોક્સ કરી રહી છે. અમીર પરિવારના બાળકો અધ્યતન રમકડા દ્વારા પોતાનું બાળપણ વિતાવી રહ્યા હોય છે. જ્યારે ગરીબ પરિવારના બાળકો રોડ ઉપર વપરાતા ફાઇબર , પ્લાસ્ટિકથી રમી રહ્યા છે. ગરીબ બાળકો માટે આ વસ્તુઓ આનંદની સાથે ખુશી આપે […]
ધોમધખતી આ ગરમીમાં વૃક્ષ મનુષ્યને પોતાનો લીલોછમ છાંયડો આપીને ઠંડકની અનુભૂતિ કરાવે છે. વૃક્ષોના અનેક પરમાર્થને કારણે આપણા શાસ્ત્રો, ઋષિમુનિઓ, કવિ તથા લેખકોએ તેની મહિમાને અનેક શબ્દોમાં વર્ણવી છે. એક સંસ્કૃત શ્લોકમાં તેની મહિમા વર્ણવતા જણાવ્યું છે કે, छायामन्यस्य कुर्वंति तिष्ठति स्वयमातपे । फलान्यपि परार्थाय वृक्षा: सत्पुरुषा ईव ॥ અર્થાત્, બીજાને છાંયડો આપે છે, સ્વયં […]