શરીર વગર આત્માને ઓળખવો કેમ?આજના લેખમાં આપણે આ પ્રશ્નનો જવાબ જાણીશું:આપણે આના પહેલાંના લેખમાં જોયું કે ભૌતિક શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણ ઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે. ત્યારે ફક્ત શરીર જ જખમી થાય છે. જીવ કે આત્મા
કૃષ્ણના ઘણું સમજાવ્યા છતાં અર્જુને કહ્યું કે ‘હું યુદ્ધમાં લડીશ નહીં’. ત્યારે કૃષ્ણે એને હજી વધું સમજાવતાં કહ્યું કે’ તું વિદ્વાન છે. વિદ્વતા ભરી વાતો કરે છે. પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે’… જે વિદ્વાન હોય તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. આપણે ભગવદ્ ગીતાના લેખમાં […]
અધ્યાય – ૨ સાચા ગુરુ કોને કહેવાય? ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રમવા આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. તે ક્ષત્રિય ધર્મ છે. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઈનકાર કરી શકતો નથી, કારણકે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંકાયો હતો. પરંતુ અર્જુન યુદ્ધનાં અનિષ્ટ પરિણામોને જોઈ શકતો […]
અર્જુનનો રથ બન્ને સેનાઓની મધ્યમાં આવી ઉભો રહ્યો. અર્જુને પોતાના જ સગાંઓ, પોતાના જ વડીલોને દુર્યોધનને પક્ષે જોયા!!! અર્જુને આ બધાની સામે લડવાનું હતું. કાલ સુધી જે લોકો તેને અઢળક પ્રેમ આપતા હતા, લાડ કરતા હતા, જે લોકોને તે પોતાના સમજતો હતો, જે લોકોનો તે આદર કરતો હતો, જે લોકોનો તે વિશ્વાસ કરતો હતો, જે […]
અર્જુનની મૂંઝવણયુદ્ધનો આરંભ થવાની તૈયારી હતી. અને અર્જુન બોલ્યો કે મારો રથ બંને સૈન્યોની વચ્ચે ઉભો રાખો. જેથી મારે જેમની સાથે લડવાનું છે. તેમને હું જોઈ શકું. શ્રી કૃષ્ણ ભગવાન તેમના સારથિ હતા. અર્જુનનો હુકમ પાળવો તે તેમનું કર્તવ્ય સ્વનિર્મિત હતું. તેમણે જ સ્વીકાર્યું હતું. તેમણે અર્જુનના હુકમ વિશે કોઈ આનાકાની ન કરી. અને માટે […]
ધનુર્ધર અર્જુન કેમ ખચકાયો?આ પહેલાં આપણે જોયું કે પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈ દુર્યોધન ડરી ગયો હતો. પરંતુ પોતાના મનને તે સાંત્વના આપતાં કહે છે કે મારે પક્ષે તો સ્વયં ભીષ્મ પિતામહ છે. આપણે સૌ તેમના દ્વારા રક્ષાયેલા છીએ. તે ઉપરાંત પણ બીજા કુશળ યોદ્ધાઓ છે. તો ડરવાની કોઈ જરૂર નથી. તેમ કહીને તે પોતાના મનને […]
આપણા ભારત દેશમાં સુરક્ષા દળ તરીકે ઓળખાતા આપણા ભારતીય સેના ને સાક્ષાત પ્રણામ છે. આપણી આર્મી એટલેકે ભારતીય સેના આપણા દેશની રક્ષા માટે હમેશા તત્પર હોય છે. કોઈપણ આપત્તિ માં આપણે તેઓને પહેલા યાદ કરીએ છીએ. આપણા દેશમાં જ્યારે પણ વાવાઝોડું, તુફાન, પૂર કે કોઈ કુદરતી ઘટના બને તેમાં તેઓ પોતાની ફરજ અને સેવા પૂરી […]
માણસની ઓળખાણ પોતાનું વ્યક્તિત્વ હોય છે એની માનવતા એની રીતભાતથી જ દેખાય છે આજે આપણે એવા વિરલ વ્યક્તિત્વની વાત કરીશું કે જેમના જેવા હવે દુનિયામાં ફરીથી આવે તે કદાચ શક્ય નથી. આપણે નશીબદાર કે તેમને જોયા અને સાંભળ્યા. લતા મંગેશકર એક એવું વિરલ અને અજોડ વ્યકતિત્વ હતું કે તેમના માટે એક ફ્રેમ બનાવવી અશક્ય છે. […]
આ અધ્યાય ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેના સંવાદથી શરૂ થાય છે. સંજય વ્યાસમુનિનો શિષ્ય હતો. તેથી તે વ્યાસમુનીની કૃપાથી ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠાં બેઠાં પણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ઘટતી ઘટના જોઇ શકતો હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રની ભૂમિ પર શું ચાલી રહ્યું છે તેની પૃચ્છા સંજયને શ્લોક […]
આપણે જોયું કે કૌરવો અને પાંડવો યુદ્ધના મેદાન પર કુરુક્ષેત્ર પર સામસામે આવી ગયા છે. કેટલાક વડીલો કૌરવોના પક્ષે રહ્યા હતાં તો કેટલાક પાંડવોના પક્ષે. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે છે. હવે આપણી અસલ “ભગવદ્ ગીતા ” ચાલુ થાય છે. ભગવદ્ ગીતા એ ખરેખર એવું ઉત્તમ પુસ્તક છે કે આપણે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં તકલીફમાં […]